તાપી જિલ્લા ભાજપાના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો આજથી‌ સાપુતારા ખાતે પ્રારંભ

Contact News Publisher

પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસે યોજાયેલ પાંચ સત્રમાં વિવિધ વિષયો પર પ્રદેશ નેતૃત્વ દ્વારા નિમાયેલા વકતાશ્રીઓએ ઉપસ્થિત સૌ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને વિગતવાર માર્ગદર્શન આપ્યું

મહાનગર ભાજપાનો પ્રશિક્ષણ વર્ગ તારીખ ૨૫,૨૬ અને ૨૭ ઓકટોબર ત્રણ દિવસ સુધી ચાલશે

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): સમયાંતરે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવું એ ભાજપાની કાર્યપધ્ધતિ રહી છે ત્યારે ભાજપાના રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગ તેમજ પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાનું તા.૨૫,૨૬,૨૭મી ઓક્ટોબર દરમિયાન ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયુ છે. તાપી જિલ્લા ભાજપાના ત્રણ દિવસના પ્રશિક્ષણ વર્ગનો આજરોજ સાપુતારા ખાતે પ્રારંભ થયો હતો. આ પ્રશિક્ષણ વર્ગ તા.૨૭મી ઓક્ટોબર ૨૦૨૧ના રોજ બપોર સુધી ચાલશે.
આજરોજ પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસે વિવિધ વિષયો પર પ્રદેશ નેતૃત્વ દ્વારા નિમાયેલા વકતાશ્રીઓએ ઉપસ્થિત સૌ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું જેમાં પ્રથમ સત્રમાં પ્રદેશ અગ્રણીશ્રી પ્રદીપસિંહ વાઘેલા
એ ‘ ૨૦૧૪ પછી ભારતની રાજનીતિ માં આવેલ બદલાવ’, બીજા સત્રમાં પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજીએ કાર્યપદ્ધતિ- સંગઠન સંરચનામાં આપણી ભૂમિકા, ત્રીજા સત્રમાં પ્રદેશ અગ્રણીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ‘ સુરક્ષા સામર્થ્ય ‘, ચોથા સત્રમાં વકતા મનિષ ભાઈ કાપડિયાએ મીડીયાનો વ્યવહાર અને ઉપયોગ પાંચમા સત્રમાં મુળેશભાઈ જોગીયાએ ‘ આપણો વિચાર પરિવાર ‘ વિષય પર વક્તવ્ય આપી ઉપસ્થિત સૌ સમક્ષ છણાવટ કરી હતી. તમામ સત્રોમાં વક્તા અને ઉપસ્થિત કાર્યકર્તાઓએ વિવિધ વિષય પરસ્પર સંવાદ કર્યો હતો. આ ઉપરાંત તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામભાઈ ગામીત સહિતનાં પ્રત્યેક સત્રના અધ્યક્ષોમા તાપી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રીઓ મયંક ભાઈ, વિક્રમભાઈ, પંકજ ભાઈ તથા તાપી જિલ્લા ભાજપ મંત્રી શ્રી અનિષભાઈ એ ઉપસ્થિત સૌને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે તાપી જિલ્લાના પ્રશિક્ષણ વર્ગના નિમાયેલા પાલક માજી કેન્દ્રીય મંત્રી કાંતિભાઈ ગામીત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ શ્રી મોહનભાઈ કોંકણી તેમજ તાપી જિલ્લાની મુખ્ય બોડીના સંગઠનના હોદ્દેદારોશ્રીઓ, મંડળનાં પ્રમુખ- મહામંત્રીશ્રીઓ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other