સરકારનાં આદેશ મુજબ વેતન ન મળતાં ડાંગની આશા બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): કોરોનાં કાળમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના ઘરે ઘરે જઈ વેકશીન અંગે માહિતી પૂરી પાડનાર આશા વર્કરોને સરકાર નાં આદેશ મુજબ વેતન ન મળતાં ડાંગ જિલ્લાની તમામ આશા બહેનોએ લેખિતમાં કલેક્ટર ને રજુઆત કરી આવેદનપત્ર આપ્યું હતું.
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાં વાઇરસ નાં કારણે સમગ્ર દેશમાં લોક ડાઉન કરવાની ફરજ પડી હતી. લોકો કોરોનાં વાઇરસ ની ઝપેટમાં આવી રહ્યા હતાં ત્યારે આરોગ્યકર્મીઓ, સુરક્ષકર્મીઓ અને સાથે સાથે લોકો વચ્ચે સતત કામ કરતી આશા બહેનો નું હરણફાળ કાર્ય હતું. કોરોનાં વાઇરસ ને અટકાવવા કોરોનાં અંગે ની જાગૃતિ, વેકશીન લેવા લોકોને અનુરોધ તેમજ વેકશીન અંગે લોકો સુધી જાગૃતિ પહોંચાડનાર આશા બહેનોની કામગીરી ઘણી કપરી હોવા છતાંય જીવનાં જોખમે આશા બહેનોએ અવિરત કાર્ય ચાલું રાખ્યું. કોરોનાં કાળની કામગીરીમાં આશા બહેનોને 1000 રૂપિયા ચુકવવાનો સરકાર નો પરિપત્ર હતો. જે મુજબ તેઓને 6 માસ સુધી વેતન ચુકવવામાં આવ્યા હતું. પરંતુ હાલ 6 મહિના થઈ ગયાં હોવા છતાંય તેઓને સરકાર નાં આદેશ મુજબ વેતન ચૂકવવામાં આવ્યું નથી. તેઓને કામની ટકાવારી મુજબ વેતન ચૂકવવામાં આવી રહ્યું છે. ત્યારે આ આશા બહેનો સરકાર જોડે કામના વળતર ની માંગણી કરી રહ્યા છે. પોતાના જીવન જોખમે તેઓએ કોરોનાં દરમિયાન કામગીરી કરી હતી આ ઉપરાંત ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં લોકોના ઘરેઘરે જઇ વેકશીન લેવાનો અનુરોધ કર્યો હતો જેનાં કારણે 100% વેકશીન શક્ય બન્યું છે. અને હાલ મોંઘવારી આસમાને છે તેઓને પોતાનું ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે આશા બહેનો સરકાર નાં પરિપત્ર મુજબ નક્કી કરેલ વળતરની માંગણી અંગે ડાંગ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી તેઓનાં પ્રશ્નોનાં નિરાકરણ અંગે રજુઆત કરી હતી.