સુરતમાં મોટી દુર્ઘટના: કડોદરા GIDCની કંપનીમાં આગ લાગતા બેનાં મોત

Contact News Publisher

કડોદરા GIDCની કંપનીમા ભીષણ આગ ફાટી નીકળતા બે કર્મચારીના મોત, કેટલાક કર્મચારી જીવ બચાવવા પાંચમાં માળેથી છલાંગ લગાવી

 
સુરત: શહેરના કડોદરા વિસ્તારમાં આવેલી GIDCની એક કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા મોટી દુર્ઘટના બની છે. પ્રાપ્ત માહિતી મુજબ આગમાં કંપનીના બે કર્મચારીઓના મોત થયા છે. જ્યારે 125 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ કેટલાક કર્મચારીઓએ જીવ બચાવવા માટે પાંચમાં માળેથી કુદકો પણ માર્યો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સવારે આશરે 4.30ની આસપાસ કંપનીમાં ભીષણ આગની ઘટના બની હતી. GIDCની વિવા પેકેજિંગ મિલમાં ભોયરામાં આગ લાગતાં બે કામદારના મોત થયા છે. જ્યારે ફાયર વિભાગે 100થી વધુ કામદારોનું રેસ્ક્યુ કર્યા છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટનાને પગલે 10થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી હતી.
જીવ બચાવવા માટે લોકોએ બિલ્ડિંગ પરતી કૂદકો માર્યો!
ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર આ ઘટનામાં હાઇડ્રોલિક ક્રેઇન દ્વારા 100થી વધુ લોકનું રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે. ફાયર વિભાગના આવતા પહેલા કેટલાક કામદારો ઉપરથી નીચે પણ કૂદ્યા હતા પરંતુ તેમા કોઈના જાનહાનિના સમાચાર મળ્યા નથી.
125 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ
બારડોલી ડિવિઝનના ડીવાયએસપી રૂપલ સોલંકીના જણાવ્યા અનુસાર, કડોદરામાં વહેલી સવારે પેકેજિંગ ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે 125 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other