બઢતી, ઉચ્ચતર, સી.પી.એફ., ખાલી જગ્યા માટે તાપી આરોગ્ય કર્મચારીઓની મેઘા ડ્રાઈવની માંગણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળ વ્યારા દ્વારા રજુ થયેલા ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓ કે જેઓ છેલ્લા દોઢ વર્ષથી દિવસ રાત જોયા વગર લોકોની પડખે રહી ફરજ બજાવી રહ્યા છે,કોરોના વૉરીયસ સન્માનિત અને કોવીડ વેકસીનેશનમાં રાજ્યમાં અગ્રણી જીલ્લાની હરોળમાં મુકનારા ગ્રામ્ય કક્ષાએ છેવાડાના માનવીની સેવા કરનારા કર્મીઓના પડતર પ્રશ્નોને જાણી બુઝીને ટલ્લે ચઢાવાતા ગમે તે ઘડીએ આરોગ્ય સેવા ઠપ્પ કરવા તાપી જીલ્લા આરોગ્ય મંડળે અગાઉથી જ નોટીશ બજવી દીધી છે.
આરોગ્ય મંડળે આ બાબતે તા.૧૧.૨.૨૧,૨૫.૨.૨૧,૧૨.૭.૨૧,એ લેખિત રજુઆત તથા ૩૦.૭.૨૧ એ નોટીશ બજવણી કરી હોવા છતાં આજ દિન સુધી નવી વર્ધિત પેન્સન યોજના (સી.પી.એફ.)ના ૧૫૦ કરતા વધારે કર્મચારીઓના ખાતા ન ખુલવાના કારણે નાણા જમા થઈ ન શકતા લાખો રુપીયાના નુકસાનમાં જીલ્લા આરોગ્ય તંત્રએ આરોગ્ય કર્મચારીઓને ધકેલી દીધા છે.જેથી જવાબદારો સામે કાર્યવાહી કરવા તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળે રજુઆત કરી છે.આ ઉપરાંત ઉચ્ચતર પગાર ધોરણનાં ૪૩ કસો,૫૪ જેટલી મપહેવની ખાલી જગ્યા, નિવૃતિ બાદના લાભો, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ સહિત દશ જેટલા નિર્ણય લેવાયેલા પડતર પ્રશ્નો વારંવાર રજુઆત છતા પ્રગતિ હેઠળ હોવાના નક્કર બહાના હેઠળ આરોગ્ય કર્મચારીઓને નાણાકીય તેમજ વહીવટી પ્રશ્નોમાં ગુચ ઘલાતા આરોગ્ય કર્મચારી મંડળ રઘવાયુ થઈ મેઘા વેકસીન ડ્રાઈવની જેમ ” પડતર પ્રશ્નો નિકાલ મેઘા ડ્રાઈવ ” યોજવા માંઞ કરી છે.આ અગાઉ તા.૩૦.૭.૨૦૨૧ના રોજ નોટીશ બજવી હોવા છતાં જીલ્લા વહીવટી કર્મચારીઓને તંત્ર દ્વારા છાવરી કર્મચારીઓને નામદાર સરકારશ્રીએ આપેલ લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે.
છેલ્લા દોઢ વર્ષથી દિવસ રાત, જાહેર રજા જોયા વિના કામ કરતા કોરોના વૉરીયસની વાચા દબાવતા હવે ગમે તે ઘડીએ આકસ્મિક રીતે જીલ્લાની આરોગ્ય સેવા બંધ કરવા વિધિવત આદેશો આપવામાં આવશે,તેમ તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળ વ્યારાના પ્રમુખ સુરેશભાઈ ગામીત.,મંત્રી સંજીવ પટેલ, મુખ્ય કન્વીનર રીબેકાબેન માટેએ એક અખબારી યાદીમાં જણાવેલ છે….

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other