સોનગઢની કેજીબીવી શાળાની બાલિકાઓને તિથિભોજન અપાયું
Contact News Publisher
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૧૩: તાપી જિલ્લામાં તિથિભોજનની સેવાયાત્રા વર્ષોથી ચાલી રહી છે. જેના પરિણામે દાતાશ્રીઓ દ્વારા યથાપ્રસંગે તિથિભોજન આપતા જિલ્લાના પ્રાથમિક શાળાના બાળકોને મનભાવન ભોજન માણવા મળે છે.
તાજેતરમાં સોનગઢ તાલુકાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સીઆરસી તરીકે સેવા આપી બદલી થયેલા હીરલબેન રાખોલીયા દ્વારા તરફથી શાળાની ૧૦૦ બાલિકાઓને પાંવભાજીનું તિથિભોજન કરાવવામાં આવ્યું હતું. હીરલબેન દ્વારા સુરત ખાતે પણ બહેરા-મુંગા અને નિરાધાર ૭૦ લોકોને તિથિભોજન કરાવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શૈલેષ પરમારે અભિનંદન પાઠવ્યા હતા તથા બાલિકાઓ સહિત શાળા પરિવાર સાથે સૌએ ભોજન લીધું હતું.
૦૦૦૦૦૦૦૦૦.