ડાંગ : આમસરવળન ગામની મહિલાના પેટ માંથી બે કિલોની ગાંઠનું સફળ ઓપરેશન
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના આમસરવળન ગામની મહિલાના પેટ માંથી બે કિલોની ગાંઠનું સફળ ઓપરેશન કરી આહવા સિવિલ હોસ્પિટલ ના તબીબો એ મહિલા ને બચાવી લીધી.
આમસરવળન ગામની પચાસ વર્ષિય મહિલા કમુબેન ચિંતુભાઈ કુડુ છેલ્લા એક વર્ષથી પેટ માં ભારે દુખાવો અને માસિક દરમિયાન વધુ પડતા લોહી જવાની તકલીફ થી પીડાતા હતા, તેણી ને કોઈએ આહવા સિવિલ હોસ્પિટલમાં મહિલા રોગ ના નિષ્ણાત ડૉક્ટર ને મળવાનું જણાવ્યું, તેણીએ સિવિલ હોસ્પિટલના ખુબજ ઉત્સાહી મહિલા તબીબ ગાયનેક ડૉ. ધારા પટેલ ને મળ્યા હતા, ત્યારે મહિલા ની જરુરી તપાસ કરી દાખલ કરવામાં આવી અને યોગ્ય સમય આવ્યે ગાયનેક તબીબ ડૉક્ટર ધારા પટેલ, એનેસ્થેસિયા ડૉક્ટર જીજ્ઞેશ પટેલ, ડૉક્ટર જલપેન પટેલ, ડૉક્ટર વંદના રાઠોડ અને તેમની ટીમ ના બ્રધર સંજય તેમજ બ્રધર હર્ષદ ના સહયોગ થી કમુબેન ના ગર્ભાશય ની કોથળી નું સફળ ઓપરેશન કરી બે કિલો ની ગાંઠ કાઢી તેણી ને બચાવી લેવામાં આવી છે, ગાયનેક મહિલા તબીબ એ વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આહવા સિવિલ હોસ્પિટલમાં જરુર આવે જેથી તેઓ ની મફત અને યોગ્ય સમયે યોગ્ય સારવાર થઈ શકે.