ABVP તાપી જીલ્લા દ્વારા વાલોડની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વિદ્યાર્થીઓને પડતી વિવિધ સમસ્યાઓના સમાધાન અંગે ઉગ્ર રજુઆતો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ ABVP TAPI જીલ્લા દ્વારા સરકારી વિનયન કોલેજ વલોડમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને હોસ્ટેલોમાં પડતી 21 જેટલી વિવિધ સમસ્યાઓને લઈને કૉલેજના આચાર્યશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ABVP તાપી જીલ્લા દ્વારા વાલોડની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વિદ્યાર્થીઓને પડતી વિવિધ સમસ્યાઓના સમાધાન વહેલીતકે થાય એ માટે કોલેજના આચાર્યશ્રી સમક્ષ 21 જેટલી વિવિધ સમસ્યા સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી જેમાં પ્રાંત સહમંત્રી વિરતીબેન શાહ તથા તાપી જિલ્લા સંયોજક વિશાલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા.વિદ્યાર્થીઓ ના પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ નહીં થશે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી આપવામાં આવી હતી.
જેમાં ABVP ગુજરાત પ્રાંત સહમંત્રી વિર્તી શાહ, ABVP તાપી જીલ્લા સંયોજક વિશાલ પટેલ, મંત્રી આશિષ ગામીત, નંદની સોની, વાલોડ તાલુકા મંત્રી અક્ષય ધનગર, ડોલવણ તાલુકા મંત્રી જુગલ પટેલ, વાલોડ સહમંત્રી પ્રશાંત સિરસાટ, સમુંદર રાજપૂત, કેનીલ પટેલ,અંકિત ધનગર, સહિત કૉલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
