સુગર ફેકટરી દાદરીયાના વહીવટદારો દ્વારા ખેડુતોની શેરડી ખરીદીમાં ચાલતી ગેરરીતી તથા ખેડુતોના શોષણ બાબતે કલેક્ટરને આવેદન પત્ર
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): શ્રી વાલોડ પ્રદેશ સહકારી ખાંડ ઉઘોગ મંડળી લિ. (ફડચામાં)ની સભાસદ સમિતિ વાલોડ દ્વારા તાપી કલેકટરશ્રી તાપીનેેે સુગર ફેકટરી દાદરીયાના વહીવટદારો દ્વારા ખેડુતોની શેરડી ખરીદીમાં ચાલતી ગેરરીતી તથા ખેડુતોના શોષણ બાબતે આવેદનપત્ર સોપ્યું હતું.
શ્રી વાલોડ પ્રદેશ સહકારી ખાંડ ઉઘોગ મંડળી લિ. સભાસદ સમિતિ વાલોડ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં નિચે મુજબ માંગ કરાઈ છે. “કોપર સુગર ફેક્ટરી, દાદરીયામાં ખેડુતોની શેરડીની નોંઘણી તથા ખરીદીમાં મોટા પ્રમાણમાં ગેરરીતી કરી ખેડુર્તાનું શોષણ કરવામાં આવે છે . આ સમગ્ર કામગીરી કોપર સુગરના વહીવટદારોના આર્શીવાદી કરવામાં આવે છે . કોપર સુગરના વહીવટકર્તાઓના મેળાપીપણામાં ખેતીવાડી વિભાગના એસ્ટેટ મેનેજર દ્વાર કર્મચારીઓના તથા ધંધાદારી ઇસમો દ્વારા ખેડુતો પાસેથી રોડેથી ખુબ જ ઓછા ( ૧૨૦૦-૧૫૦૦ રૂા . ) ભાવે શેરડી ખરીદી અન્ય ઇસમોના નામે શેરડી સંસ્થામાં પીલાણમાં લેવામાં આવે છે . આ અંગે વાલોડ સહકારમંત્રીશ્રી તથા ખાંડ નિયામકશ્રીને વર્ષ ૨૦૧૮-૧૯ માં ફરિયાદ કરવામાં આવી હતી , જેના અનુસંધાનને જીલ્લા રજીસ્ટ્રાશ્રી દ્વારા તપાસ કરાવતા ખેડૂતોની ધારણ કરેલ જમીન કરતા ઘણી વધુ શેરડી નાંખેલ હોવાથી તથા કેટલાક કિસ્સામાં તો એકર દીઠ ૨૦૦ થી ૫૦૦ થી શેરડી આવેલ હોવાની વિગતો મળી હતી . જેથી ખાંડ નિયામકશ્રીને મંડળી અધિનિયમ -૧૯૬૧ ની કલમઃ ૮૬ અન્વયે કાર્યવાહી કરવા કારણદર્શક નોટીસ આપી કાર્યવાહી કરી હતી. આમ , સરકારશ્રીનું દબાણ તથા કાર્યવાહ્ન થવાના ડરે કોપર સુગરના સંચાલકોએ ભુતિયા ખેડુતોના નામે ખાતેદારોની જાણ બહાર શેરડી રોપાણ બાંધી તેમના નામે બારીબાર શેરડીનો વેપલો કરવાની શરૂઆત કરી હતી , જેને માટે જર્મીન ધારણ કરતા ખેડુતોના નામે તેમણે શેરડી શોપી ન હોવા છતાં બોગસ નોંધણી કરવામાં આવે છે . હાલમાં જ ખાવી હકીકત અંધાત્રી , તા . વાલોડ ગામે બહાર આવી છે , જેમાં ખેડુત ખાતેદારની પાંચ વીઘા જમીન ઉપર ૨૦ વીંધા શેરડી રોપાણની નોંધ કોપર સુગરમાં થયેલ હોવાની માહિતી મળતા ખેડુતે કોપર સુગરમાં સંસ્થાના મેનેજીંગ ડીરેક્ટરને ફરિયાદ કરતા હકીકત સાચી હોવાનું બહાર આવેલ છે જે વહીવટદાર દ્વારા થતી ગેરરીતીનો પુરાવો છે. આ અંગે ચખબારોમાં પણ સમાચારો પ્રસિધ્ધ થયા હતા જેની નકલ આ સાથે સામેલ કરેલ છે. ઉપરોકત હીર્તાને અનુસંધાને અમે નીરો મુજબની માંગણી કરીએ છીએ. કૉપર સુગરમાં હાલના વર્ષમાં નોંધાયેલ તમામ શેરડીની નોંધની તપાસ કરવામાં આવે , જેમાં દરેક ખેડૂતોની નોંધની તેમણે ધારણ કરેલ જમીનના પ્રમાણમાં નોંધ તથા તેમણે પોતે શેરડી રોપાણ કરેલ છે કેમ તેની ચકાસણી જલ્લા રજીસ્ટ્રારશ્રી દ્વારા કરવામાં આવે. છેલ્લા ૧૦ વર્ષમાં કોપર સુગરમાં પીલાણમાં આવેલ શેરડી જેના નામે આવી હોય તે ખરેખર ખેડુત છે કે કેમ ? તેઓ કેટલી જમીન ધારણ કરે છે તથા જમીનના પ્રમાણમાં કેટલી શેરડી આવેલ છે, તથા સંસ્થાના વહીવટદારો, કર્મચારીઓ તથા તેમના સગા – સંબંધીઓના નામે કેટલી શેરડી આવેલ છે. તે બાબતે તપાસ કરવામાં આવે જે વ્યક્તિઓના નામે જમીનના પ્રમાણ કરતા વધુ શેરડી આવેલ હોય , તેમની સામે આવકવેરા ( ઇન્કમ ટેક્ષ ) ની તપાસ કરવામાં આવે . સમગ્ર પ્રકરણમાં મહત્તમ આદીવાસી ખેડુતો સાથે છેતરપીંડી તથા શોષણ કરવામાં આવે છે , જેથી કોપર સુગરના જવાબદારો સામે આધિવાસીઓ પરના અત્યાચાર નિવારણ માટેના એટ્રોસીટી એકટ મુજબ પગલાં લેવામાં આવે . સમગ્ર તાપી જીલ્લામાં મહત્તમ આદીવાસી , નાના સીમાંત ખેડુતો શેરડી પકવે છે , જેઓ મોટાભાગે વાલોડ સુગર ફેક્ટરીના સભાસદો હતા તેમજ અન્ય કોઇ સુગર ફેકટરીના સભાસદ નથી તેમને કોપર સુગર ફેક્ટરીમાં સભાસદ બનાવવામાં આવતા નથી , જેને કારણે અન્ય સુગર ફેક્ટરી તેઓની શેરડી સીધી ખરીદતી નથી પરંતુ મોટે ભાગે એજન્ટો મારફત ખરીદે છે . જેથી ખેડુતો ખુબ જ ઓછા ભાવે શેરડી વેચવા મજબુર થાય છે અને તેમનું શોષણ થાય છે . જેથી આ અંગે ખેડુતોની શેરડી યોગ્ય ભાવે સુગર ફેક્ટરીઓ દ્વારા ખરીદવામાં આવે તથા આ કામગીરી સરકારશ્રીના અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ થાય તે માટે ખાંડ નિયામકશ્રીના અધિકારીઓની કમિટિ બનાવી તાલુકા પ્રમાણે જવાબદારી સોંપી ખેડુતોની શેરડી યોગ્ય પોષણક્ષમ ભાવે ખરીદવા વ્યવસ્થા ગોઠવવા માંગણી છે . આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી.”