વ્યારા ટાઉનમાં થયેલ બિલ્ડર નિશીષ શાહની હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપી વિજય મનસુખભાઇ પટેલની મિલ્કત જપ્તીની કાર્યવાહી થવા હુકમ કરતી નામદાર કોર્ટ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): વ્યારા ટાઉનમાં થયેલ બિલ્ડર નિશીષ શાહની હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપી વિજય મનસુખભાઇ પટેલ રહેવાસી 54 શુકન બંગલો કાનપુરા વ્યારા તા.વ્યારા પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હોય જેથી આરોપી વિજય મનસુખભાઇ પટેલની વિરુધ્ધમાં સી.આર.પી.સી કલમ -૭૦ મુજબ કાયમી ધરપકડનુ વોરંટ નામદાર ચીફ જ્યુડી.મેજી.સાહેબ વ્યારા કોર્ટમાંથી મેળવવા આવેલ ત્યાર બાદ આરોપી વિરુધ્ધ સી.આર.પી.સી ૮૨ મુજબ કાર્યવાહી કરતા નામદાર કોર્ટ વ્યારાનાઓએ આરોપીને ફરારી જાહેરનામુ બહાર પાડી દિન ૩૦ માં હાજર થવા જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ તેમ છતા આરોપી નામદાર ચીફ જ્યુડી મેજી. વ્યારા કોર્ટ સમક્ષ હાજર થયેલ નહી ત્યાર બાદ આરોપી વિજય મનસુખભાઇ પટેલ રહેવાસી 54 શુકન બંગલો કાનપુરા વ્યારા તા.વ્યારાનાએ નામદાર હાઇકોર્ટ ગુજરાતમાં આગોતરા જામીન અરજી કરેલ જે આરોપીની આગોતરા જામીન અરજી તા. ૨૧ / ૦૯ / ૨૦૨૧ ના રોજ નામદાર હાઇકોર્ટે નામંજુર કરેલ છે. ત્યાર બાદ આરોપી વિજય મનસુખભાઇ પટેલની વિરુધ્ધ ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ -૮૩ મુજબ મિલ્કત જપ્તીની કાર્યવાહી થવા નામદાર ચીફ જ્યુડી.મેજીસાહેબ વ્યારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવેલ જે અરજીની સુનવણી તા .૩૦ / ૯ / ૨૦૨૧ ના રોજ રાખવામાં આવેલ હતી આ આરોપીની મિલ્કત જપ્તીની અરજીના કામે તા .૦૪ / ૧૦ / ૨૦૨૧ ના રોજ નામદાર કોર્ટે આરોપી વિજય મનસુખભાઇ પટેલની ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ -૮૩ મુજબ મિલ્કત જપ્તીની કાર્યવાહી થવા જીલ્લા કલેકટરશ્રી તાપીને હુકમ કરેલ છે.