“રામની સંસ્કૃતિ એ સંસારમા સેતુ બાંધવાના કામ કર્યા છે” : પ્રફુલભાઈ શુકલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): મનોકામેશ્વર સ્મશાન ભૂમી ના લાભાર્થે તેમજ વ્યારા કોરોના મૃતકોના સ્મરણાર્થે સિનિયર સીટીઝન હોલ વ્યારા ખાતે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુકલ ની 810 મી રામ કથા મા આજે રામેશ્વર પૂજા મહોત્સવની ઉજવણી ખુબજ ધામધૂમ થી કરવામાં આવી હતી. આ પૂર્વે ૮ દિવસ નો યજ્ઞ તેમજ પોથી અને વ્યાસ પૂજન મનોરથી યજમાનો દ્વારા કરવામાં આવી હતી. રામેશ્વર પૂજા ની કથા કરતા કથાકાર પ્રફુલભાઈ શુકલ એ વ્યાસપીઠ પર થી કહ્યું હતું કે “રામની સંસ્કૃતિ એ સંસારમા સેતુ બાંધવાના કામ કર્યા છે”. ભગવાન રામ ના ઈશ્વર એજ ભગવાન રામેશ્વર મહાદેવ છે.જે ભક્ત ભગવાન રામેશ્વર ઉપર ગંગાજળ ચડાવે છે એને સાયુજ મુક્તિ ની પ્રાપ્તિ થાય છે.આજે કથા મા ભગવાન રામેશ્વરનું માટીનું પાર્થિવ શિવલિંગ બનાવામાં આવ્યું હતું સાથે મુખ્ય યજમાન રાજીવભાઈ શાહ પરિવાર અને ડાયાભાઇ મણીભાઈ પટેલ અને એમના પરિવાર તેમજ દિનેશભાઇ રાણા દ્વારા ૧૧ રસો થી ભગવાન રામેશ્વર નો રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. આચાર્ય મુકેશભાઈ જાની, મયુરભાઈ વ્યાસ,ભરતભાઈ રાજ્યગુરુ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરી ભગવાન શિવ ના રૂદરી નો પાઠ કરવામાં આવ્યો હતો. આજે કથા મા એચ.કે.વઢવાણીયા (જિલ્લા.સમાહર્તા જી.તાપી), ડી.ડી.કાપડિયા (જિલ્લા વિકાસ અધિકારી જી.તાપી) ઉપસ્થિત રહ્યા હતા. હસમુખભાઈ ભાવસાર, મહેન્દ્રભાઈ સોની,બઘનશ્યામભાઈ સોની, મહેન્દ્રભાઈ પારેખ, પ્રોફેસર ઢીમ્મર સાહેબ તથા રામકથા સેવા સમિતિ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોતાથી કિશોરસિંહ રાજપુરોહિત ઉપસ્થિત રહ્યા હતા .કિલ્લા પારડી થી પધારેલ પ્રિન્સીપાલ બી.એન. જોષી સાહેબએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.