“ભાતૃ ભાવનું ભાષાંતર ભરત ચરિત્ર છે” : પ્રફુલભાઈ શુકલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): મનોકામેશ્વર સ્મશાનભૂમિ વ્યારા સિનિયર સીટીઝન હોલ ખાતે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુકલ ની 810 મી રામ કથા મા આજે ભરત ચરિત્ર ની કથા નું વર્ણન કરવામાં આવ્યું હતું. આ પૂર્વે મુખ્ય યજમાન રાજીવભાઈ જનકભાઈ શાહ અને એમના પરિવાર દ્વારા પોથી તેમજ વ્યાસ પૂજન કરવામાં આવ્યું હતું. ભરત ચરીત્ર ની કથા નું વર્ણન કરતા કથાકાર પ્રફુલભાઈ શુકલ એ વ્યાસપીઠ પર થી કહ્યું હતું કે “ભાતૃ ભાવ નું ભાષાંતર ભરત ચરિત્ર છે” આખું સંસાર ભગવાન ને યાદ કરે જ્યારે ભગવાન રામ એ ભરત ને યાદ કરે છે.જો ભરત નો જન્મ ના થયો હોત તો સંસાર ને ખબર જ ના પડત કે એક ભાઈ ને બીજા ભાઈ પ્રત્યે સુ પ્રેમ અને લાગણી હોય.કોઈક નું છીનવી લેવા કરતા એના માટે ત્યાગ કરવાનો શુ આનંદ હોય છે.
આજે કથા મા પદ્મશ્રી કનુભાઈ ટેલર (બાપુ ના જુના મિત્ર),ગોપાલભાઈ ટંડેલ (નવસારી), દિલીલભાઈ નાયક (નવસારી), દીપકભાઈ નાયક, મહેશભાઈ નાયક, વ્યારા ના વિવિધ સમાજ ના પ્રમુખો પધાર્યા હતા. મુખ્ય યજમાન પરિવાર અને આયોજકો દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવતી કાલે કથા મા રામેશ્વર પૂજા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે જેની તૈયારી આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે. સાથે સાઈ કથાકાર બાબાનંદજી પધાર્યા હતા જેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.