તાપી : ભીંતપત્રો, ચોપાનીયા તેમજ અન્ય સાહિત્ય મુદ્રણની છપામણી તથા પ્રસિદ્ધિ પર પ્રતિબંધ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૨૭: આગામી તા.૦૩-૧૦-૨૦૨૧ના રોજ યોજાનાર જિલ્લા/તાલુકા પંચાયતની પ્રસંગોપાત ખાલી બેઠકોની ચૂંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તથા મુકત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય તે ચુંટણીને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ ચુંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો, ઝંડીઓ, તોરણ તેમજ અન્ય સાહિત્યના મુદ્રણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જે મુજબ કોઈ પણ વ્યક્તિ, મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામા ન હોય એવા ચુંટણીને લગતા ચોપાનીયા કે ઉપરોક્ત તમામ તેમજ અન્ય સાહિત્ય છાપી કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં. તથા તેની સહિવાળા અને તેને અંગત રીતે ઓળખતો હોય તેવી વ્યક્તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય. ઉમેદવારો તરફથી પ્રચાર માટે ઉપરોક્ત મુજબ તમામ બાબતો તથા અન્ય સાહિત્ય વગેરે છાપવામાં આવે ત્યારે જે તે પ્રેસના માલિક કે મુદ્રકે આવા સાહિત્ય ઉપર પોતાનું નામ, મુદ્રકનું નામ-સરનામું તથા છાપેલા સાહિત્યની સંખ્યા લખવાની રહેશે. વધુમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૭ ક હેઠળ સાહિત્ય છાપનારે તેની ૪(ચાર) નકલ સંબંધિત ચુંટણી અધિકારીને મોકલી આપવાની રહેશે. તેમજ તે અંગે નિયત જોડાણમાં તે અંગેની લેખિતમાં જાહેરાત કરવાની રહેશે. તમામ પ્રિન્ટીંગ પ્રેસના માલિકો તેમજ મુદ્રકોએ આ જાહેરનામાનો અમલ તા.૦૬-૧૦-૨૦૨૧ સુધી ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
૦૦૦૦૦૦૦૦૦૦૦