તાપી : કલેકટર એચ.કે. વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા તકેદારી અને લાંચ રૂશ્વત વિરોધી સમિતિની બેઠક યોજાઇ

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી): ૨૭: આજે જિલ્લા તકેદારી અને લાંચ રૂશ્વત વિરોધી સમિતિની બેઠક જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં ગુજરાત તકેદારી આયોગ દ્વારા મોકલવામાં આવેલ કેટેગરી એ,બી,સી, મુજબનાં કેસો તથા લોકો તરફથી મળેલ ફરિયાદો પડતર કેસો, વહીવટી કચેરીઓમાં કેટેગરી વાઇઝ ફરીયાદ રજીસ્ટર નિભાવવા બાબત, તમામ કચેરીઓમાં લાંચ રૂશ્વતને લગતી ફરિયાદો માટેના બોર્ડ નિભાવવા, પડતર વિજીલન્સ કેસોનો ઝડપી નિકાલ કરવા અંગે, એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં મળેલ તપાસ અરજીઓની અને ખાતાકીય તપાસના કેસોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
આ પ્રસંગે કલેકટરે ભ્રષ્ટાચાર નિવારણ સંદર્ભે કેટલાક રચાનાત્મક સુચનો કરતા જણાવ્યું હતું કે, આવેલ ફરીયાદોની અરજીઓની તપાસ તેઓના ઉચ્ચ અધિકારી અને અન્ય સક્ષમ અધિકારીઓની તપાસ બાદ આયોગને અહેવાલ મોકલવા સહિત અન્ય આનુસાંગિક પગલાં લેવાની સુચના સંબંધિત અધિકારીઓને આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક સુજાતા મજમુદાર, ડી.આર.ડી.એ. નિયામક જે.જે.નિનામા, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવી, પ્રાંત અધિકારી હિતેશ જોશી, મદદનીશ નિયામક એ.સી.બી સુરત, સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ-વ્યારા સહિત અન્ય સંબંધિત અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other