તાપી : છેવાડાના નિઝર/કુકરમુંડા તાલુકાના ગામડાઓમાં સસ્તા અનાજની દુકાન પર રેશનકાર્ડ ધારકોને કુપન વગર અનાજ આપવામાં આવી રહયું છે !!

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના છેવાડાના નિઝર/કુકરમુંડા તાલુકાના ગામડાઓમાં સસ્તા અનાજની દુકાન પર રેશનકાર્ડ ધારકોને કુપન વગર અનાજ આપવામાં આવી રહયું હોવાની રાવ ઉઠી રહી છે. રેશનકાર્ડ ધારકો જણાવે છે કે અનાજ લેવા જઈએ ત્યારે ફક્ત કોરા કાગળ પર અનાજનો જથ્થો લખીને આપી દેવામાં આવે છે. અને કુપન જો કાઢવામાં આવે તો સસ્તા અનાજના દુકાનદાર તરત જ કુપન પાછી  લઇ લેવામાં આવે છે. મળવા પાત્ર અનાજ પૂરતા પ્રમાણમાં આપવામાં આવતું નથી !? રેશનકાર્ડ ધારકોને કેટલું અનાજ અપાય છે એ પણ અમને ખબર નથી ?અને પુરવઠા મામલતદાર પણ સસ્તા અનાજની દુકાનોમાં તપાસ કે પછી કોઈ વિઝીટ કરવા માટે આવતા નથી ? સસ્તા અનાજની દુકાનોમાં કેટલું અનાજ રેશનકાર્ડ ધારકોને આપવામાં આવે છે એ પણ લાભાર્થીને ખબર નથી ? સસ્તા અનાજની દુકાનોમાં કેમ રેશનકાર્ડ ધારકોને કુપન નથી આપવામાં આવતી ? શુ સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોને અનાજ ઓછું આપવામાં આવે છે ? આ પ્રશ્ન પુરવઠા અધિકારી પર ઉઠવા પામ્યો છે. બંને તાલુકામાં ચાલતી તમામ સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકો પાસેથી કમ્પ્યુટરમાંથી નીકળતી કુપનના ૧૦ રૂપિયા લેખે ફી વસુલવવામાં આવે છે. જે સરકારના નિયમ મુજબ વિનામૂલ્ય આપવવામાં આવે છે. આમ સરકારી નીતિ અને નિયમોને તાક પર મૂકી સસ્તા અનાજના દુકાન ધારકો સામાન્ય ગ્રાહકને ખોટી રીતે કુપન ફી ના નામે ખંખેરી રહયા છે. કેટલાક લોકો મજૂરી કરવા માટે ગુજરાતમાંથી બહાર જાય છે. રેશનકાર્ડ પર તો અનાજ આવે છે પરંતુ એ લોકો બહાર ગામ મજૂરી કરવા માટે જતા રહે છે, એમનું અનાજ બરોબર કાળા બજારમાં વેચી દેતા હોવાની ફરિયાદો ઉભી થઈ છે. એક તરફ રાયગઢ ગામથી રેશનિંગનું અનાજ મહારાષ્ટ્રમાં વેચવા માટે લઈ જતા ગાડી પકડાઈ હતી. નિઝર/કુકરમુંડા તાલુકાના ગામડાઓમાં કેમ સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોને કુપન આપવવામાં આવતી નથી ?પુરવઠા અધિકારી સસ્તા અનાજની દુકાનમાં વિઝીટ કરતા નથી ? જ્યારે સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારોકોને અનાજ વિતરણ કરવામાં આવે છે ત્યારે પુરવઠા અધિકારીઓ કેમ તપાસ કરવા માટે આવતા નથી ? રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનોમાં બરાબર અનાજ વિતરણ કરવામાં આવે છે કે પછી ઓછું આપવામાં આવે છે ? તેની તપાસ પણ પુરવઠા અધિકારી કરતા નથી ? ફક્ત પુરવઠા અધિકારી ઓફિસમાં જ બેસી રહે છે. રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનમાં ઓછું અનાજ કેમ મળે ? પુરવઠા અધિકારીનુું તો એનામાં કોઈ લેવુંદેવું નથી ને ? એવું લાગી રહયું છે કે પુરવઠા અધિકારીઓને ટકાવારી મળતી હશે ? એટલા માટે સસ્તા અનાજની દુકાનો પર આજ દિન સુધી પુરવઠા અધિકારીઓ દ્વારા વિઝીટ કરવામાં આવેતી નથી ? આવા અનેક પ્રશ્નો સ્થાનિક પુરવઠા અધિકારી પર ઉઠી રહયો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other