આઈ.ટી.આઈ. ઉચ્છલ અને ઉકાઇ ખાતે વર્ષ-૨૦૨૧ પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૦9- ઔધોગિક તાલીમ સંસ્થા ઉચ્છલ અને ઉકાઇ ખાતે ફીટર, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટંટ, વાયરમેન, ઇલેટ્રીશ્યન, મીકેનીક મોટર વ્હીકલ, વેલ્ડર, મીકેનીક ડીઝલ, સીવીંગ ટેક્નોલોજી તેમજ બેઝીક કોસ્મેટોલોજી ,સર્વેયર, હેલ્થ સેનીટરી ઇન્સ્પેક્ટર વગેરે ટ્રેડોની વર્ષ-૨૦૨૧ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રવેશ ઇચ્છુક ઉમેદવારે જરૂરી પ્રમાણપત્રો, ફોર્મ ફી.રૂ.૨૦ અને રજીસ્ટ્રેશન ફી રૂ.૫૦ સાથે ઓનલાઇન વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in/ ઉપર તા- ૨૦/૦૭/૨૦૨૧ સુધી ફોર્મ ભરી જમા કરાવી શકાશે. વધુ માહિતી માટે આઈ.ટી.આઈ ઉકાઈનો રૂબરૂ અથવા ફોન નં:- ૦૨૬૨૪૨૩૩૧૫૩ અને આઈ.ટી.આઈ ઉચ્છલ- ફો.નં. ૯૯૧૩૨૦૭૬૮૪, ૯૯૨૫૫૨૪૫૭૮ , ૯૪૦૮૨૪૦૧૨૬ નો સંપર્ક કરવા આચાર્ય દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦
