રાજકીય આગેવાનોને ફાળવી દેવાયેલી આહવા ભંડારચોકની જગ્યા પરત સરકાર હસ્તક કરવા સ્થાનિક વેપારીઓની માંગ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા ના ભંડાર ચોક ખાતે આવેલ જાહેરહિત માટે રીર્ઝવ રખાયેલ જમીન પર છુટ શાકભાજી વેંચી આજીવિકા મેળવવા ની જગ્યા ભાજપ ના નેતા ને ફાળવી દેતા સથાનિક શાકભાજી વેપારી એસોસિએશન દ્રારા કલેક્ટર ને લેખીત રજુઆત કરી કરતા જણાવ્યું હતુ કે ડાંગ જિલ્લાના વડા મથક આહવા ખાતે આવેલા ભંડાર ચોક પાસે વહીવટી તંત્ર એ જાહેરહિત માટે રીર્ઝવ રાખેલી જગ્યા પર સ્થાનિક ગરીબ આદિવાસ વેપારીઓ છુટક શાકભાજી વેંચી ને આજીવિકા મેળવતા હોય છે તે જાહેરહિત માટે રીર્ઝવ રખાયેલ જગ્યા પર વર્ષો આહવા નગરનાં લોકો અહિં અંબામાતાનાં મંદિરનાં પટગાણ માં માતાનાં નોરતાં બેસાડવામાં આવે છે નગરનાં લોકો માતાજીનાં નોરતાએ ગરબા રમતાં હતાં જયારે ગણેશત્સવ દરમ્યાન પણ અહિં ગણપતિબાપાને મુર્તિ બેસાડવામાં આવે છે અને પુજા- અર્ચના કરવામાં આવે છે તેમજ છતા ડાંગ જિલ્લા ભાજપ ના ચૂંટાયેલા પ્રતિનિધિ એવા ધારાસભ્ય વિજય પટેલ અનેડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા નગરનાં સીટી સર્વે નં.૪૪/એ સરકારી જમીન ડાંગ કલેક્ટરે હુકમ આધારે વાણિજય હેતું માટે ૧૬.૦૦ ચો.મી જમીન નવી અવિભાજય અને વિક્રિયાદિત નિયત્રણ શરતે કાયમી ધોરણે વેચાણથી હાલનાં ધારાસભ્ય વિજયભાઈનાં પત્નિ હંસાબેન વિજયભાઈ પટેલ ને ફાળવણી કરવામાં આવી છે તેને જ અડીને કલેકટર ડાંગ આહવા નાં હુકમ ક્વાણિજય હેતું માટે ૧૬.૦૦ ચો.મી જમ અવિભાજય અને વિક્રિયાદિત નિયંત્રીત શરતે કાયમી ધોરણે વેચાણ થી જે સુનિતાબેન રતિલાલ ભાઈ રાઊતને હુકમ થી ફાળવણી કરવા માં આવેલ છે જે સરકારી જમીન હતી જયાં હાલ અંબામાતાનું મંદિર છે બીજી રોડ માર્જિન ની જમીન માં વર્ષો થી શાકભાજી વાળા પાથરણા પાથરી શાકભાજીનું વેચાણ કરી પોતાનું ભરણ પોષણ કરતાં આવ્યાં તેમ છતાં હાલ ધારાસભ્ય વિજયભાઈનાં પત્નિ હંસાબેન તથા સુબીર તાલુકા પચાયતનાં કારોબારી અધ્યક્ષ અને ધારાસભ્ય વિજયભાઈ ખાસમખાસ રતિલાલભાઈ ની પત્નિને ફાળવણી કરવામાં આવતાં આજ રોજ સુધી શાકભાજી વેચી રોજીંદુ પેટયુ રડી ખાતા પાથરણા વાળા રોજગારી મેળવા આ જગ્યા પર નિર્ભર હતા જે જમીન કલેક્ટરે રાજકીય વગ ધરાવતા નેતા ને જમીન ફાળવી ને અમારી સાથે ધોર અન્યાય કરેલ છે માટે જાહેરહિત માટે રીર્ઝવ રખાયેલ જગ્યા ફરી સરકાર હસ્તક લેવા આપ સાહેબ ને નમ્ર અરજ કરી એ છીએ અમો ગરીબ લોકો છુટક શાકભાજી વેચી ને જીવન ગુજરાન ચલાવવા માટે તાત્કાલિક ધોરણે અલગ વ્યવસ્થા કરી આપવા સકારાત્મક પગલા લેશો નહીં તો અમે ના છુટકે આપના વિરૂધ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *