તાપીના “સખી” વન સ્ટોપ સેન્ટરે ભૂલા પડેલ માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યુ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી): 01: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલીકૃત તેમજ તાપી જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી સંલગ્ન “સખી” વન સ્ટોપ સેન્ટર જનરલ હોસ્પિટલ કેમ્પસ વ્યારા ખાતે કાર્યરત છે.
વ્યારા તાલુકાના ડોલારા ગામ ખાતેથી તાજેતરમાં એકલા અટવાયેલ ભૂલા પડેલ ઉ.વ આશરે 22 વર્ષના મહિલા મળી આવ્યા હતા. જેઓનો કેસ વ્યારા પોલીસ સ્ટેશન “સખી” વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે આશ્રય માટે ભલામણ કરવામાં આવ્યા હતા. તેઓ માનસિક અસ્વસ્થ હોય તેમ જણાતા મહિલાનું સેન્ટર ખાતે કાઉન્સેલિંગ કરતાં તેમનું નામ સરનામું મળી આવ્યું હતું .જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે માનસિક રોગ નિષ્ણાંત પાસે સારવાર તેમજ કોવિડ-19ની તપાસ કરાવામાં આવી હતી. મહિલાના પરિવારને સેન્ટર ખાતે બોલાવી કાઉન્સેલિંગ કરી મહિલાની બીમારી વિશેની ગેરમાન્યતાઓ દૂર કરી મહિલાનું પરિવાર સાથે સુ:ખદ મિલન કરાવવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦