સોનગઢનાં વાંકવેલ ગામની સીમમાંથી પસાર થતા રોડ ઉપરથી પ્રોહીબિશની હેરાફેરી કરતા GRD જવાન સહિત બેને વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિર્દેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય દ્વારા જુગાર, દારૂની પ્રવૃતિને સદનતર બંધ કરાવા માટે સ્પેસીયલ પ્રોહી જુગાર ડ્રાઈવ આપેલ હોય જે અન્વયે અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલેગરો પર કડક કાર્યવાહી કરવા પોલીસ ઈન્સ મ. લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી વ્યારાને સુચના આપેલ હતી જે અનવ્ય અહે.કો. બિપીનભાઈ મેશભાઈને અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ હતી કે મહારાષ્ટ્ર રાજયના લક્કડકોટ તરફથી એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડી હોન્ડા કંપનીની હોન્ડા સીટી નં . GJ.05 JQ.9738 નો ચાલક ફોરવ્હીલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સોનગઢ થઈ સુરત તરફ જનાર છે, જે કારની આગળ એક હીરો કંપનીની પ્લેન્ડર મો.સા. GJ – 19 AD – 0710 નો ચાલક પાયલોટીંગ કરી આવે છે તેવી પાકી અને ચોક્સ બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ વોચમાં રહેતા બાતમીવાળી ગાડી આવતાં તેને આડશથી રોકી ચેક કરતા વિદેશી દારૂ મળી આવેલ તથા આરોપી ( ૧ ) નિતેશભાઇ શિવાજીભાઇ ગામીત રહે . ભીતખુર્દ , નિશાળ ફળીયુ તા . ઉચ્છલ જિ.તાપી જિ.તાપી , નોકરી- GRD જવાન , ફરજ સ્થળ – ઉચ્છલ પો.સ્ટે . ( ર ) કેયુરભાઈ કાન્તિભાઈ પટેલ રહે . ડુમસ ગવિયર ગામ નાતાલ ફળિયુ સુરતા શહેરને પકડી પાડી ઉપરોક્ત પકડાયેલ આરોપીઓને હોન્ડા કંપનીની હોન્ડા સીટી કાર નં . GJ.05 JQ.9738 માં ભારતીય બનાવટનો ઇંગલીશ દારૂ વ્હીસ્કી તથા બીયર તથા વોડકાની અલગ અલગ બ્રાન્ડના કુલ બોક્ષ નંગ -30 કુલ બોટલ નંગ -૯૦૨ ( ૩૦૧ લીટર .૨૯૦ મી.લી . ) કુલ કિ.રૂ .૧,૧૦,૮૦૦ / – નો મુદામાલ તથા સદર આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ- ૨ કિ.રૂ. ૨૦,૦૦૦ / – તથા હોન્ડા સીટી કાર . GJ.05 JQ.9738 કિ.રૂ. ૫,૦૦,૦૦૦ / – તથા હીરો પ્લેન્ડર મો.સા. GJ – 19 AD – 0710 કિ.રૂ .૪૦,૦૦૦ / – મળી કુલ કિ.રૂ . ૬,૭૦,૮૦૦ / – નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ જેથી ઉકત આરોપીઓ વિરૂધ્ધ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇની ફરિયાદનાંઆધારે સોનગઢ પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કામગીરી કરનાર ટીમ
શ્રી આર.એમ. વસૈયા પોલીસ ઇન્સ્પેકટર અને અ.હે.કો.બીપીનભાઇ રમેશભાઇ તથા અ.હે.કો.અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઈ તથા અ.હે.કો. સંજયભાઇ ચીમનભાઈ તથા અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઈ તથા અ.પો.કો. દિપકભાઈ સેવજીભાઈએ કામગીરી કરેલ છે.