હારશે કોરોના–જીતશે તાપી : રસીકરણમાં સારો પ્રતિસાદ આપતા તાપીવાસીઓ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.19: તાપી જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવાના ભાગરૂપે રસીકરણ કાર્યક્રમ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં તાપીવાસીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લામાં હાલ વિવિધ સ્થળોએ રસીકરણની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ તાપી જિલ્લામાં ૧૮-૪૪ વર્ષના લાભાર્થીઓમાં અત્યાર સુધીના આંક મુજબ વ્યારા તાલુકામાં ૮૫૦૮, ડોલવણમાં ૨૮૭૭, વાલોડમાં ૮૬૧૦, સોનગઢમાં ૯૧૧૧, ઉચ્છલમાં ૩૩૯૭, નિઝરમાં ૪૨૨૮, અને કુકરમુંડામાં ૨૦૭૯ લોકો મળી કુલ- ૩૮૮૧૦ જાગૃત યુવાનોએ કોરોના પ્રતિરોધક રસી લઇ અન્યને પ્રરણા આપી છે. આ સાથે આજદિન સુધી જિલ્લામાં કોરોના રસીકરણનો કુલ આંક ૧૬૪૦૬૦ થયો છે. જે પૈકી વ્યારા તાલુકામાં ૪૦૪૭૭, ડોલવણ- ૨૦૨૪૪, વાલોડ- ૧૮૪૩૧, સોનગઢ- ૪૬૯૯૬, ઉચ્છલ, ૧૭૩૨૪, નિઝર- ૧૨૨૧૯ અને કુકરમુંડામાં ૮૩૬૯ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦