માંગરોળનાં વાંકલ અને કંટવાવ ગામે રસીકરણનો કાર્યક્રમ યોજાયો
૧૮ વર્ષથી ઉપરના ૨૦૦ લોકોએ વેક્સીનનનો પ્રથમ ડોઝ લીધો
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અંગે રસીકરણનું પ્રમાણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે ત્યારે માંગરોળ તાલુકાના વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર ડૉ.ઝંખના રાઠોડના માર્ગદર્શન હેઠળ વાંકલ અને કંટવાવ ગામે રસીકરણની કામગીરી હાથ ધરાઈ હતી.
વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૦૦ જેટલા વ્યક્તિઓને વેક્સિન મૂકવામાં આવી હતી જ્યારે કંટવાવ ગામ ખાતે પણ ૧૦૦ જેટલા લોકોએ વેક્સિન મુકાવી હતી.ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ અંગે જાગૃતિ ફેલાય તે માટે કંટવાવ ખાતે ગામના યુવાનો અને ડૉ.ઓહંગ ચૌધરી દ્વારા રસીકરણ કેન્દ્ર પર વેક્સિન મુકાવા આવતા લોકોનું થર્મલગન દ્વારા ચેકીંગ કરી કરી ઓક્સોમીટર વડે ઑક્સિજન લેવલ તેમજ બ્લડપ્રેશર ચેક કરવામાં આવ્યું હતું.દરેક રસી મુકાવનાર વ્યક્તિને ૩૦ મિનિટ સુધી દેખરેખ હેઠળ રખાયા હતા.રસીકરણ માટે આવતા લોકો માટે પાણી તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ રસીકરણની ઉમદા કામગીરીમાં માંગરોળ ટી.એચ.ઓ.સમીર ચૌધરી, ડૉ.જગદીશ દુબે, ડૉ.ઝંખના રાઠોડ,ડૉ.વિઠ્ઠલ મકવાણા,મયુર ચૌધરી, સ્ટાફ નર્સ અને કંટવાવ ગામનાં ડૉ.ઓહંગ ચૌધરીએ ખડેપગે ફરજ બજાવી હતી.