સોનગઢના મલંગદેવ ખાતે વ્યારા વન વિભાગ દ્વારા ૫૦૦થી વધુ વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 05: આજ રોજ તાપી જિલ્લાના સોનગઢના મલંગદેવ રેંજ ખાતે વ્યારા વન વિભાગ દ્વારા 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે પર્યાવરણની જાળવણી કરવાની અને લોકો વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરે એવી લોકોમાં જાગૃતા લાવવવાનો સંકલ્પ લીધો હતો. આ સાથે સોનગઢ થી ઓટા રસ્તા પર આવેલ ગોલણ ગામથી મલંગદેવ ગામ તરફ રસ્તાની બંને બાજુ 500 જેટલા વૃક્ષોરોપણ કરવામાં આવ્યું હતુ. મલંગદેવ રેંજ ફોરેસ્ટ ઓફિસર(RFO) માર્ટિનાબેન દ્વારા 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અને પર્યાવરણનું મહત્વ વિશે પ્રાંસંગીક ઉદબોધન કરી દરેકને જંગલોની જાળવણી કરવા અપીલ કરી સાથે ખાસ યુવા પેઢીને પર્યાવરણ જતન કરવાનો સંદેશ આપ્યો હતો. તમામ રોપાને યોગ્ય લાકડી વળે બાંધી જાળી ગોઠવવામાં આવી હતી. જેથી તેનું યોગ્ય વિકાસ થઇ શકે.
આ કાર્યક્રમમાં તા.પં. સભ્ય પ્રીતિબેન ગામીત, માજી તા.પં. સભ્ય યાકુબભાઈ ગામીત, મલંગદેવ રેજના તમામ સ્ટાફ, ગામના આગેવાનો તથા વન વિભાગના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા છે.
૦૦૦૦૦૦