હોમિયોપેથીક મેડીકલ કોલેજ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર દ્વારા તા .૦૫ / ૦૬ / ૨૦૨૧ ના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીના ભાગરૂપે સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ , ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી તથા હોમિયોપેથીક મેડીકલ એસોસીએશન વ્યારા દ્વારા ગુજરાત સરકાર દ્વારા અપાયેલ નિર્દેશ મુજબ કોવિડ હોસ્પિટલના પ્રાંગણમાં તુલસીના છોડનું રોપણ કરવામાં આવ્યું તેમજ કોલેજના હાર્બરિયમ ગાર્ડનમાં અન્ય ઔષધિય છોડનું પણ રોપણ કરવામાં આવ્યુ હતું. જેમાં કોલેજના તમામ કર્મચારીગણે ભાગ લીધો હતો અને પર્યાવરણ જાળવણીમાં વધુ વૃક્ષારોપણ તેમજ પ્લાસ્ટીકના ઉપયોગ ન કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન કોલેજની પ્રવૃત્તિ સમિતિ દ્વારા આચાર્ય ડૉ . જયોતિ રાવ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.