તાપી ABVP દ્વારા ગ્રામ સંજીવની અભિયાન હેઠળ માસ્ક વિતરણ, થર્મલ સ્ક્રેનિંગ તેમજ વેક્સિનેસન લેવા માટે અંગે લોકોને પ્રેરિત કરાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત પ્રાંત ભરમાં “મારુ ગામ કોરોના મુક્ત ગામ” હેતુ સાથે ગ્રામ સંજીવની અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાનમાં એબીવીપીના કાર્યકર્તા ગામે-ગામે ઘરે ઘરે જઈને કોરોનાકાળ માં જાગૃતતા લાવી રહ્યા છે. જ્યારે તાપી જિલ્લાના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જીલ્લાના વ્યારા નગરની શાખા દ્વારા ગ્રામસંજીવની અભિયાન ને લઈને વ્યારા તાલુકાના ભાટપુર ગામમાં કરવામાં આવ્યો જેમાં ગામડાની સેવા વસ્તીમાં જઈ, માસ્ક વિતરણ, થર્મલ સ્ક્રેનિંગ, ઓક્સીમીટર દ્વારા ઓક્સીજન લેવલ ચેક કરવામાં આવ્યું. તથા કોરોનાકાળ માં વેક્સિનેસન લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. જેમાં 400 થી વધુ લોકો નો સંપર્ક કરવામાં આવ્યો. જેમાં ABVP તાપી જીલ્લા સંયોજક વિશાલભાઈ પટેલ, સહસંયોજક નંદનીબેન સોની, મંત્રી આશિષભાઈ ગામીત, સહ મંત્રી મોહિતભાઈ સોની, બ્રીજેશભાઈ બારડ, ભાર્ગવ ભાઈ પંચોલી, શનિભાઈ ગામીત દ્વારા સેવાકીય કામગીરી કરવામાં આવી.