આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા તાપી જિલ્લાની મુલાકાતે

Contact News Publisher

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી
…………
“કોરોનાને નાબુદ કરવા જનશક્તિના સહયોગ વગર તમામ પ્રયાસો નકામા”: આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા
………….
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) :  તા.31: રાજ્યના આદિજાતિ વિકાસ, વન મહિલા અને બાળ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ તાપીની મુલાકાતમાં આજે ઉચ્છલ તાલુકાના કટાસવાણ, વડપાડા, હરીપુર, માણેકપુર, ખાબદા, વાડદ, નારણપુર, ચીતપુર, રૂમકીતલાવ, નિઝર તાલુકાના સાયલા, રાયગઢ, અને કુકરમુંડા તાલુકાના આષ્ટા, આશ્રવા ગામે કોરોના મહામારીનો ભોગ બનેલા લોકોના પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.
આ દુ:ખદ ઘડીએ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહયું છે. કોરોનાને પરાસ્ત કરવા રાજ્ય સરકારે નાગરિકોના સહકાર સાથે આયોજનબદ્ધ પગલા લીધા છે. કોરોના સંક્રમણને કારણે લોકોની મુશ્કેલી દુર કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકારે અનેક નોંધપાત્ર કામગીરી કરી રહી છે. જનશક્તિના સહયોગ વગર કોરોનાને જડમૂળથી દેશમાંથી નાબૂદ કરવા તમામ પ્રયાસો નકામા થાય છે. તેથી સરકારશ્રીની માર્ગદર્શિકાનું પાલન કરી માસ્કને જીવનનો ભાગ ગણી અપનાવવા, સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવા અને વારંવાર હાથ-ધોવા કે સેનેટાઇઝ કરવાની તકેદારી રાખી કોરોના સામેના જંગમાં નાગરિક ધર્મ નિભાવવાની સાથે કોરોના પ્રતિરોધક રસી વહેલી તકે મુકાવવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
આ વેળાએ સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવા, કુકરમુંડા મામલતદાર, નર્મદ યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડૉ.જયરામભાઇ ગામીત, લાયઝન અધિકારી એચ.એલ. ગામીત, તાપી પ્રભારી અશોકભાઈ ધોરાજીયા, સહ પ્રભારી ડિમ્પલબેન પટેલ, સરપંચો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other