ડાંગ જિલ્લાના મુખ્ય મથક અહવાના કેસવ કમલમ ખાતે પ્રદેશ કિસાન મોરચાના મંત્રી અને તાપી, વલસાડ, ડાંગના પ્રભારી આશિષભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના મુખ્ય મથક અહવાના કેસવ કમલમ ખાતે પ્રદેશ કિસાન મોરચાના મંત્રી અને તાપી, વલસાડ, ડાંગના પ્રભારી આશિષભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.
કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 7 વર્ષ શુસાસન સફળ રીતે પૂર્ણ થતાં દેશ અને રાજ્યોમાં સેવા હી સંગઠન ના ભાગરૂપે વિવિધ લોકહિત ના કાર્યક્રમો કરવા ભાજપ કાર્યકરો થનગની રહ્યા છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ના કેસવ કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં ડાંગ ભાજપ કિશાન મોરચાના હોદ્દેદારોને પ્રભારી આશિષભાઈ દેસાઈએ કોઈપણ ભેદભાવ વગર લોકસેવા કાર્યમાં જોડાઈ જવા આહવાન કર્યું હતું. તેઓએ જણાવ્યુ હતું કે વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ ઉભરી છે.તેવામાં કેન્દ્રમાં ભાજપના વિકાસશીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 7 વર્ષ સુશાસન સફળ બનાવવા ભારે મહેનત કરી હતી. તે અનુસંધાન સાથે ડાંગના ભાજપી કાર્યકરો પણ કોરોના મહામારીના કપરા કાળમાં લોકોના ઘરે ઘરે જઈ તેમને પડતી મુશ્કેલી નિવારવા પ્રયાસ કરવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં લોકોને જાગૃત કરી સમયસર વેકસીનેસન કરાવી મહામારીને નાથવા સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો. મંડળ પ્રમુખ સંજયભાઈ વહેવારે એ પ્રસંગોચિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં ભાજપ સંગઠન ના સભ્યો,વિવિધ મોરચાના પ્રમુખ,મંત્રીઓ,શક્તિ કેન્દ્રો ના ઇન્ચાર્જઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા મંડળ ના મહામંત્રી સતીશ સૈદાણે, કાર્યાલય મંત્રી મેરિષ પવારે ભારે જહેમત ઉઠાવી હતી.