ગ્રાહકોને કૃષિ તેમજ સંલગ્ન ખેત પેદાશો સીધા ખેડુતો પાસેથી ખરીદી શકે તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા “ ઇ-માર્કેટ પ્લેસ પોર્ટલ “ વિકસાવવામા આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. સી. કે. ટીંબાડીયાના માર્ગદર્શન હેઠળ નવસારી કૃષિ યુનિવર્સિટીના આઇ. ટી. વિભાગ દ્વારા ઇ-માર્કેટ પ્લેસ પોર્ટલ લોન્ચ કરવામા આવ્યુ છે. જેમા ખેડુતમિત્રો પોતે ઉત્પન્ન કરેલી કૃષિ તેમજ સંલગ્ન પેદાશોનુ આ પોર્ટ્લ પર રજિટ્રેશન કરાવીને સીધા જ ગ્રાહકો સાથે સીધો સંપર્ક આવી તેનું સીધુ વેચાણ કરી શકે તેવું માળખુ વિકસાવવામા આવેલ છે. આઇ.ટી.વિભાગ ન.કૃ.યુ., નવસારીના અધિકારી શ્રી ચિરાગ નાયક દ્વારા ખેડુતમિત્રો આ પોર્ટલ પર કઇ રીતે રજિટ્રેશન કરાવીને ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરે તેની વિસ્તૃત માહીતી તાલીમ દ્વારા સમજાવવામાં આવી હતી.
તાપી જિલ્લાના ખેડુતોને વેચાણ માટે ખુબજ ઓછા વિક્લ્પો છે અને સીધા ગ્રાહકોને કૃષિ ઉત્પાદન વેચવાથી ખેડુતોને વધુ સારા ભાવ મળી શકે તે હેતુથી આ ઇ-માર્કેટ પ્લેસ પોર્ટલ વિકસાવવામા આવ્યું છે. તાપી જિલ્લાની મુખ્ય ખેત પેદાશો જેવી કે ડાંગર, મગ, તુવેર, સોયાબીન તેમજ બાગાયતી પાકો જેવા કે કેરી, ભીંડા, રીંગણ, મરચા, શક્કરટેટી, પપૈયા જેવા પાકો ઉપરાંત ખેતપેદશોમાથી બનાવવામા આવતી મુલ્યવર્ધિત બનાવટો જેવી કે હર્બલહેર ઓઇલ, વિવિધ મસાલા, પાપડ-પાપડી, અથાણું વગેરેનું સીધું ખેડુતો પાસેથી ગ્રાહકો પાસે જાય જેથી ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવો હેતુ આ પોર્ટલનો છે. જેથી તાપી જિલ્લામાં રહેલ તમામ ખેડુતમિત્રોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા, જી. તાપી દ્વારા આ પોર્ટલનો વધુમા વધુ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. ઉપરોક્ત દર્શાવેલ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવા માટે ખેડુતમિત્રો દ્વારા કોઇપણ શુલ્ક ચુકવવાનો રહેતો નથી. આ સુવિધા ખેડુતો માટે સંપુર્ણ રીતે નિ:શુલ્ક છે.
ઇ-માર્કેટ પ્લેસ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે તાપી જિલ્લાના ખેડુતમિત્રોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાનો સંપર્ક કરવા વિનંતિ છે.