તાપી જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત કામોના વિવિધ સ્થળો ઉપર કોરોના વાયરસ સંદર્ભે લોકજાગૃતિ કેમ્પોનું આયોજન અને રસીકરણ

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) :  તા.27: વિશ્વવ્યાપી કોવીડ-૧૯ મહામારીના સંક્રમણ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત સમગ્ર રાજયમાં કોરોના રસીકરણના બીજા તબક્કાના કાર્યક્રમો યોજાઇ રહયાં છે ત્યારે તાપી જિલ્લામાં આરોગ્ય તંત્ર સાથે અન્ય તમામ વિભાગો મળી જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ રસીકરણના બીજા તબક્કાને વેગવાન બનાવવામાં આવ્યું છે. જિલ્લામાં સો ટકા રસીકરણ થાય તે માટે વહિવટીતંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં ઠેરઠેર રસીકરણ કાર્યક્રમો તથા લોકજાગૃતિ કેમ્પોનું આયોજન કરી લોકોને રસી લેવા માટે સમજાવવામાં આવી રહયા છે.
જેમાં આજરોજ ઉચ્છલ તાલુકાના મોહિની ગ્રામપંચાયત ખાતે મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામોના સ્થળોની મુલાકાત મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય સરકારી કર્મચારીઓ અને મેડિકલને ટીમ દ્વારા લેવામાં આવી હતી. સ્થળ ઉપર ગ્રામજનોને રસીકરણ બાબતે જાગૃતતા કેળવી હતી, જેના પગલે ગ્રામજનોએ સહર્ષ કોરોના પ્રતિરોધક રસી મુકાવી હતી.
૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other