ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત જિલ્લાકક્ષાએ ખેલો ઇન્ડિયા સેન્ટર (KIC’s) શરૂ કરવા બાબત

Contact News Publisher

સેન્ટર માટે પ્રત્યેક રમત દીઠ રૂ.૫.૦૦ લાખ સહાય આપવામાં આવશે
…………
ભુતપૂર્વ વિજેતા ખેલાડીઓ, રમતનું પ્રશિક્ષણ આપતી સ્પોર્ટ્સ એકેડમી/
સંસ્થાઓ/ શાળાઓ પોતાની દરખાસ્તો મોકલી આપે
………….
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી)  : તા.24: જિલ્લા રમત-ગમત અધિકારી, તાપી દ્વારાની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ભારત સરકારના રમત ગમત મંત્રાલય દ્વારા ખેલો ઇન્ડિયા યોજના હેઠળ ભારત ભરમાં ૧૦૦૦ ખેલો ઇન્ડિયા સેન્ટર જિલ્લા કક્ષાએ શરૂ કરવા માટે યોજના અમલમાં આવેલ છે.
આ ખેલો ઇન્ડિયા સેન્ટરમાં તાલીમ માટે ઓલમ્પિક -૨૦૨૪ ને ધ્યાને લઇ (આર્ચરી, એથ્લેટીક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, સાયકલિંગ, હોકી, જુડો, રોવિંગ, શુટીંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિશ, વેઇટ લિફ્ટીંગ, કુસ્તી) જેવી ૧૪ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખેલો ઇન્ડિયા સેન્ટરમાં વધુમાં વધુ ત્રણ રમતો તથા રમત દીઠ ઓછામાં ઓછા ૩૦ તાલીમાર્થીઓ હોય તેવી સંસ્થા અથવા ભુતપૂર્વ ખેલાડીઓ આ સેન્ટર શરૂ કરવા માટેનો લાભ મેળવી શકશે છે. ખેલો ઇન્ડિયા સેન્ટર સેન્ટર માટે પ્રત્યેક રમત દીઠ એક વખત મળવાપાત્ર શરૂઆતી સહાય રૂ.૫.૦૦ લાખ આપવામાં આવશે. ત્યારબાદ જરૂરી સ્ટાફનું માનદ વેતન, નવા રમતના સાધનો ખરીદી કરવા સ્પોર્ટ્સ કીટ સ્પર્ધામાં ભાગ લેવા માટે થનાર ખર્ચ માટે પ્રત્યેક રમત દીઠ વાર્ષિક મળવાપાત્ર સહાય રૂ.૫.૦૦ લાખ રહેશે.
ભારત સરકારની ગાઇડલાઇન અનુસાર ગુજરાતના જિલ્લામાં ખેલો ઇન્ડિયા સેન્ટર શરૂ કરવા અંગે દરેક ભુતપૂર્વ વિજેતા ખેલાડી કે જેઓ હાલ રમતનું પ્રશિક્ષણ આપતા હોય કે જેઓની જરૂરી લાયકાત, વ્યક્તિગત કે ટીમ ઇવેન્ટમાં નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન અથવા એસોસિયેશન હેઠળ આંતર રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલ હોય, સિનિયર નેશનલ ટુર્નામેન્ટ તથા ખેલો ઇન્ડિયા ગેમ્સમાં મેડલ મેળવેલ હોય, ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં મેડલ વિજેતા હોય, સિનિયર નેશનલ ટુર્નામેન્ટમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ હોય અથવા ખેલો ઇન્ડિયા ગેમ્સમાં ભાગ લીધેલ હોય કે જેઓની ઉંમર ૪૦ વર્ષથી નીચે હોય તેવા ખેલાડીઓ તથા પાંચ વર્ષથી વધુ સમયથી રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન પૂરુ પાડતી હોય તેવી સ્પોર્ટ્સ એકેડમી/ સંસ્થાઓ/ શાળાઓ પોતાની દરખાસ્તો (વધુમાં વધુ ત્રણ રમતો માટે) જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન પાનવાડી, બ્લોક નં,૬ પ્રથમ માળ, વ્યારા જિ.તાપી ખાતે તા.૨૬/૦૫/૨૦૨૧ સાંજે ૦૪:૦૦ કલાક સુધીમાં અરજી જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ મોકલી આપવાની રહેશે. ઓનલાઇન અરજી ફોર્મ nsrs.kheloindia.gov.in પરથી રજીસ્ટ્રેશન કરી મેળવી શકાશે. 0000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other