કુકરમુંડા ખાતે આદિવાસી ક્રાંતિવીર બિરસામુંડાની 144મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : કુકરમુંડા ખાતે આદિવાસી ક્રાંતિવીર બિરસામુંડાની 144મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, નવા બસ સ્ટેશનને બિરસામુંડાનું નામ આપવાની સાથે ક્રાંતિવીર બિરસામુંડાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યુ હતું.
કુકરમુંડાના નવા બસ સ્ટેશનને આદિવાસી ક્રાંતિવીર બિરસામુંડાનું નામ આપવામાં આવ્યુ હતું. નવા બસ સ્ટેશનનું નામકરણ કરી ત્યાથી લોકોએ બિરસામુંડા પ્રતિમાની પુજા કરીને ડી.જે.ના તાલ પર આદિવાસી રોડાલી ઉપર આદિવાસી નૃત્યો રજૂ કર્યા હતાં. આદિવાસી ક્રાંતિવીર બિરસામુંડાની પ્રતિમા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. લોકોએ ધુમધામથી નાચીકુદીને ભવ્ય ઉજવણી કરવાની સાથે ક્રાંતિવીર બિરસામુંડા બસ ટેસ્શનથી મેઈન બજાર પટ્ટામાંથી પોલિસ સ્ટેશનની બાજુમાં આવેલ ચોક્કડી ઉપર આદિવાસી ક્રાંતિવીર બિરસામુંડાની પ્રતિમાની સ્થાપના કરી હતી. નિઝર અને કુકરમુંડા બંને તાલુકાના આદિવાસી સમાજના લોકો કુકરમુંડામાં ઉપસ્થિત રહયા હતા. આદિવાસી ક્રાંતિવીર બિરસામુંડાની જન્મ જયંતીનાં આયોજકો દ્વારા રાષ્ટ્રીય કક્ષાના કાયૅક્રમો ભારતભરના આદિવાસી સમાજના લોકો માટે ખાસ કરીને ક્રાંતિવીર બિરસામુંડાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરે છે. આ સાથે સાથે ઓજારોની પણ પુજાવિધિ કરવામાં આવે છે. ઓજાર પૂજન કરવાનો મુખ્ય હેતું આદિવાસી સંસ્કૃતિની જાળવણી કરવા માટેનો છે. રાષ્ટ્રીય કક્ષાના કાયૅક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજયોના આદિવાસી સમાજના ધરતીઆબા ભગવાન બિરસામુંડાની 144મી જન્મ જયંતી ધુમધામથી ઉજવણી કરવામાં આવે છે