તાપી : સોનગઢનાં દુમદાનાં યુવકની અનડિટેક્ટ હત્યાનો ભેદ ઉકેલતી વ્યારા પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૮૨૪૦૦૬૨૧૧૧ ૬ ૮/૨૦૨૧ ઇ.પી.કો કલમ- ૩૦૨ , ૨૦૧ તથા જી.પી.એકટ ૧૩ પ મુજબ તે એવી રીતે કે આ કામના ફરીયાદી- સોમયેલભાઇ જયંતીભાઇ ગામીત રહે.દુમદા ગામ , ઝાડ ફળીયું , તા.સોનગઢ , જી.તાપી , ના મોટા ભાઇ / મરણ જનાર – રાજેશભાઇ જયંતીભાઇ ગામીત , ઉ.વ .૩૨ , રહેવાસી દુમરા ગામે , ઝાડ ફળીયું , તા.સોનગઢ , જી.તાપી નાનો તા .૦૯ / ૦૪ / ૨૦૧૧ ના રોજ રાત્રિના સાડા આઠેક વાગે “ખેતરમાં મોટર ચાલુ કરી, થોડી વારમાં આવું છું ” તેમ કહી એકટીવા મો.સા. નંબર GJ – 26 – Q – 8660 ની લઇને નીકળેલો તે દરમ્યાન કોઇ ઇસમે કોઇ કારણસર તેને કોઇ હથિયાર વડે માથાના પાછળના ભાગે બે ઘા તથા ગળાના ભાગે બે જીવલેણ ઘા મારી ખુન કરી નાખી , પુરાવાનો નાશ કરવાના ઇરાદે લાશને ઉકાઇ ડાબા કાંઠા નહેરના પાણીમાં ફેકી દઇ તેમજ જીલ્લા મેજી . સાહેબ તાપીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો વિગેરે મતલબની ફરીયાદ તા .૨૨ / ૦૫ / ૨૦૨૧ ના રોજ વ્યારા પો.સ્ટે.માં દાખલ કરવામાં આવેલ છે . આ કામે તા .૧૧ / ૦૪ / ૨૦૨૧ ના રોજ મૌજે વ્યારા તાલુકાના ખાનપુર ગામની સીમમાંથી પસાર થતી ઝાંખરી નદી ઉપર આવેલ અંડર ગાઉંન્ડ નહેરના બ્રીજ પાસે ઉકાઇ ડાંબા કાંઠા નહેરના પાણીમાંથી મરણ જનાર રાજેશાભાઇ જયંતીભાઇ ગામીત , ઉ.વ .૩૨ , રહેવાસી દુમદા ગામ , ઝાડ ફળીયું , તા.સોનગઢ , તાપીની લાશ મળેલ તે વખતે વ્યારા પો.સ્ટે. અ.મોત ન, ૧૯/૨૦૨૧ સી.આર.પી.સી. કલમ -૧૩૪ દાખલ કરવામાં આવેલ. અને સદર અ.મોતની તપાસ દરમ્યાન પી.એમ. નોટ મળતા તેમા મરણ જનારના માથાના પાછળના ભાગે બે ઘા તથા ગળાના ભાગે બે ઘા હોવાનુ જણાવેલ જેથી સદર ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામે પોલીસ અધિક્ષક શ્રી સુજાતા મજમુદાર તાપી તથા શ્રી આર.એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ વ્યારાની સુચના અને માર્ગદર્શન હેઠળ આ કામના ફરીયાદી તથા મરણજનારના સગાઓએ તેમના ગામમાં રહેતા ( ૦૧ ) ગુરજીભાઇ ઉર્ફે ગુલાબ ઉર્ફે ગુલીયો રામુભાઇ ગામીત ( ૦૨ ) મેથુબેન ઉર્ફ મેથાબેન ગુલસીંગ ગામીતની ઉપર ગુના અંગે શંકા વ્યક્ત કરેલ જેથી ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારોની મદદથી બન્ને શકદારોની યુકિત – પ્રયુકિતથી, ઉંડાણપુર્વક પુછપરછ કરતા તેઓએ ગુનાની કબુલાત કરી ગુનાની હકીકત જણાવેલ છે કે, આ કામે મરણ જનાર રાજેશભાઇ જયંતિભાઇ ગામીત રહેવાસી- દુમદા ગામ ઝાડ ફળિયુ, તા . સોનગઢ જી.તાપી તેમના ફળિયામાં રહેતી મેથુબેન ઉર્ફ મેઘાબેન ગુલસીંગ ગામીતની વહુ સાથે છેલ્લા ૧૦ વર્ષથી આડા સબંધ ચાલતા હોય, જે બાબતની જાણ મરણ જનારની પત્નીને થતા તેણે ગામના સરપંચ થકી બેઠક બોલાવેલ જેમાં બન્ને પક્ષે હાજર રહેલા હતા, જેમાં મેથુબેન ઉર્ફે મેથાબેન ગુલસીંગ ગામીતની વહુ અને રાજેશભાઇ નોઓએ હવે પછીથી કોઇ સબંધ ન રાખવા જણાવતા બન્ને પક્ષો વચ્ચે સમાધાન થયેલ હતું.

ત્યારબાદ પણ મરણજનાર અને મેથુબેન ઉર્ફે મેથાબેન ગુલસીંગ ગામીતની વહુ વરચે રાબંધ ચાલુ હોવાથી બન્ને પક્ષો વચ્ચે અવાર નવાર બોલાચાલી ઝઘડો થતો હતો. મરણજનારના આડા સબંધ ચાલુ હોવાથી, મરનારની પત્નીએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં જાણ કરતાં બન્ને પક્ષોને નારી અદાલત વ્યારામાં તા .૦૬ / ૦૪ / ૨૦૨૧ ના રોજ હાજર રાખેલ હતા. તે વખતે મેશુબેન ઉર્ફ મેથાબેન ગુલસીંગ ગામીતની વહુ અને મરણ જનાર કોઇ સબંધ હવે પછી ન રાખવાનું જણાવેલ જેથી બંને પક્ષો વચ્ચે ફરીથી સમાધાન કરેલ પરંતુ તે વખતે નારી અદાલતની બહાર શકદાર – મેથુબેન ઉર્ફ મેથાબેન ગુલસીંગ ગામીતએ મરણજનારને ધમકી આપેલ કે તને અઠવાડીયુ નહી જીવવા દવ તને ગંધાય ઉઠે તેવો કરી દેવા તેવી ધમકી આપેલ હતી. આ કામે શકદાર મેથુબેન ઉર્ફ મેથાબેન કે જેઓ ઉકાઇ જી.ઇ.બી. ઉકાઇ ખાતે નોકરી કરતા હોય તેઓએ તેમના ગામના ગુરજીભાઇ ઉર્ફે ગુલાબ નાને સોપારી આપેલ કે, રાજેશનું મર્ડર કરી તેને પુરો કરવાનો છે આ કામ માટે ૩,૦૦,૦૦૦ / – રૂપિયા હું આપીશ તેવુ કહેતા ગુરજી ઉફે ગુલાબએ પોતાના મિત્ર જયેશ ઉકડીયાભાઇ ગામીત રહેવાસી- ખુશાલપુરા ગામ બાવળી ફળિયુ તા.વ્યારા જી.તાપી . નાઓને મળેલા અને વાત કરેલ કે, અમારા ગામના રાજેશનુ મર્ડર કરવાનું છે જેના પ૦,૦૦૦ / – મળશે તુ તારા માણસો તૈયાર કરે તેવું કહેતા જયેશ ઉકડીયાભાઇ ગામીત નાએ માંડવી તાલુકાના ઝાબ ગામના તેના મિત્ર પાઉલને કહેલ કે દુમદા ગામના રાજેશભાઇનુ મર્ડર કરવાનું છે, ૫૦,૦૦૦ / – મળશે તુ તારા એક માણસને તૈયાર કરજે તેવું કહેતા પાઉલે રાજેશભાઇનુ મર્ડર કરવા તૈયાર કરેલ હતી. તેના મિત્ર જયદિપ નિલેશભાઈ ચૌધરી રહેવાસી- ટીટોઇ ગામ તા.માંડવી જી.સુરતનાઓની સાથે મળી રાજેશભાઈનુ મર્ડર કરવા તૈયાર કરેલ હતા.

આ કામે કરેલ આયોજન પ્રમાણે તા . ૦૯/૦૪/૨૦૨ ૧ ના રોજ રાતના સાડા આઠ વાગેના સમયે મરણજનાર રાજેશભાઇ જયંતિભાઇ ગામીત નાને ગુરજીભાઇ ઉર્ફે ગુલાબ રામુભાઇ ગામીત રહેવાસી દુમદારગામ ઝાડ ફળિયુ તા.સોનગઢ જી.તાપી એ મોબાઇલ ફોન કરીને ઝાડ પાટી ગામની સીમમાંથી પસાર થકી ઉકાઇ ડાબા કાંઠા નહેર ઉપર બોલાવેલ હતા, તે દરમ્યાન જયેશ ઉકડીયાભાઇ ગામીત રહેવાસી- ખુશાલપુરા ગામ બાવળી ફળિયુ તા . વ્યારા જી.તાપી નાઓ પાઉલ તથા જયદિપનાઓને મોટર સાયકલ ઉપર બેસાડી લઈ આવેલ અને સાથે એક કુહાડી પણ લઇ આવેલ જે કુહાડીથી મરણજનાર – રાજેશભાઇના માથાના પાછળ , ભાગે બે ઘા તથા ગળાના ભાગે બે જીવલેણ ઘા મારી ખુન કરી નાખી, લાશને ઉકાઇ ડાબા કાંઠા નહેરના પાણીમાં ફેકી દીધેલ હતી તથા મરનારની એકટીવા વાધનેરા ગામની સીમમાં ખેતરમાં મુકી આવેલ હતા . આ કામે ( ૧ ) મેથુબેન ઉર્ફે મેથાબેન ગુલસીંગ ગામીત રહેવાસી- દુમદા ગામ ત.સોનગઢ જી.તાપી તથા ( ૦૨ ) ગુરજીભાઇ ઉર્ફે ગુલાબ ઉર્ફે ગુલીયો રામુભાઇ ગામીત રહેવાસી દુમદા ગામ ઝાડ ફળિયુ તા.સોનગઢ જી.તાપી તથા ( ૩ ) જયેશભાઇ ઉકડીયાભાઇ ગામીત રહેવાસી – ખુશાલપુરા ગામ બાવળી ફળિયુ તા.વ્યારા જી.તાપી તથા ( ૪ ) જયદિપભાઈ નિલેશભાઇ ચૌધરી રહેવાસી- ટીટોઇ ગામ તા.માંડવી જી.સુરતની ગુનાના કામે અટકાયત કરવાની કાર્યવાહી કરેલ છે. આ કામે નાસતા ફરતા આરોપીને પકડવા માટે ટીમ બનાવી તેને ઝડપી પાડવાની કાર્યવાહી ચાલુ છે.

આ અનડિટેક્ટ ગુનો ગણતરીના દિવસમાં શોધી કાઢી વ્યારા પોલીસે પ્રશસનીય કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other