તાપી : પત્નીએ ફોન ઉપર વાત નહીં કરતા યુવકે ગળે ફાંસો ખાઇને મોતને વ્હાલું કર્યુ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાના ચીખલી ગામમાં રહેતા યુવાને ખાટલાની પટ્ટી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચીખલી ગામમાં ચકચાર મચી. પોલીસે આત્મહત્યા મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વધુ તપાસ કરતા પત્નીએ મોબાઈલ રિસીવ નહિ કરતા યુવકે આત્મહત્યા કરી હતી. જેથી પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ આરંભી છે.

મૂળ રાજસ્થાનનો ચૂરું જિલ્લાના રતનગઢના અને 6 વર્ષથી વ્યારાના ચીખલી રોડ પર યોગીનગર સોસાયટીમાં રહેતાં 32 વર્ષિય (હેમચંદ ભંવરલાલ મેઘવાલ) મૃતકના પત્નીએ છેલ્લા ત્રણ થી ચાર દિવસથી હેમચંદનો ફોન રિસિવના કરતાં હેમચંદે જીવન ટૂંકાવ્યું હતું. વ્યારા પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી. યોગીનગરમાં રેહતા યુવકે ખાટલાની પટ્ટી વડે ગળે ફાંસો ખાધો. મળતી વિગતો અનુસાર વ્યારાના ચીખલી ગામે યોગીનગરમાં રહેતા હેમચંદ ભવરલાલ મેઘવાલે સવારના સુમારે સોસાયટીની પાસે આવેલા ઝાડ પર ખાટલાની પટ્ટી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ચીખલી ગામના રહીશો જતા તેઓએ હેમચંદનો મૃતદેહ લટકતો જાેતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે પોલીસને જાણ કરતા વ્યારા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતકના મોબાઈલ મળી આવ્યો છે. જાણવા મળ્યા મુજબ યુવકના પત્નીએ તેનો ફોન રિસિવ ના કરતા આત્મહત્યા કરી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other