વ્યારા નગર પાલિકા દ્વારા 1000 એન્ટીજન કિટ આરોગ્ય વિભાગને અપાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગર પાલિકા, જીલ્લા તાપી દ્વારા covid 19ને અનુલક્ષીને તાલુકા આરોગ્ય કેન્દ્ર ને 1000 Antigen Kit આપવાનું નક્કી કરાતા, આજે નગરપાલિકા તરણકુંડ હોલમાં, વ્યારા તાલુકા હેલ્થ ઓફિસરના પ્રતિનિધિને ૫૦૦ એન્ટીજન કીટસ સુપરત કરી હતી. આ તબક્કે તાલુકા આરોગ્ય અધિકારી કચેરી તરફથી ડૉકટરશ્રી અનિમેષભાઈ, ઉપસ્થિત રહેલ જેમને એન્ટીજન કીટ સુપ્રત કરવામાં આવી હતી. આ પ્રસંગે વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી શૈલેષ પટેલ, નગર પાલિકા પ્રમુખશ્રી સેજલબેન શાહ, કારોબારી અધ્યક્ષશ્રી કુલીન પ્રધાન ( એડવોકેટ), આરોગ્ય સમિતિ ચેરમેન અલ્પેશ પટેલ તથા તાપી જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી વિક્રમ તરસારિયા તેમજ મોટી સંખ્યામાં કોર્પોરેટરશ્રીઓ, નગર તેમજ જિલ્લા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.