તાપી આમ આદમી પાર્ટી દ્વારા વેક્સિનેશન માટે જન જાગૃતિ કાર્યક્રમ કરવા તંત્રનો સહયોગ માંગ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી આમ આદમી પાર્ટી દ્વારા વેક્સિનેશન માટે જન જાગૃતિ કાર્યક્રમ કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન પત્ર અપાયું. આવેદન પત્રમાં જણાવાયું છે કે, “સરકારશ્રી દ્વારા ચાલી રહેલ COVID – 19 વેક્સિનેશન અંતર્ગત વેક્સિન લેવા બાબતે ભ્રામક માન્યતાઓ લઇને લોકો ખોટા ડરને કારણે વેક્સિન લેવાનું ટાળતા હોય છે. અને સ્વાથ્ય જોખમમાં મુકતા હોય છે. આમ આદમી પાર્ટી દ્વારા ગ્રામ્ય લોકોમાં રહેલ ભ્રામક માન્યતાઓ અને ખોટા ડરને દુર કરી વેક્સિન લેવા જાગૃત કરવા અને વધુ ને વધુ લોકો વેક્સિન લે તેવા લોક હિતના ઉમદા આશય સાથે એક જન જાગૃતિ અભિયાન ચલાવવા માંગે છે જે બાબતે આપશ્રીની અનુમતિ અને સહયોગ સહ અભિપ્રાય આપવા નમ્ર વિનંતિ છે. અગાઉ પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોનો પલ્સ ઓકિસમીટરથી ઓકિસજન લેવલ ચેક કરી નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા અને સારવાર કરવા માટે પ્રેરવાનું ભગીરથ કાર્ય કરી ચુક્યા છે.”