સુરત જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): અધિક પોલીસ મહાનિદેશકશ્રી , સુરત વિભાગ , સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી , તાપીએ તાપી જીલ્લાના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે આધારે શ્રી એચ.સી. ગોહિલ , ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી દ્વારા એલ.સી.બી. ટીમને નાસતા – ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની કાર્યવાહી કરવામાં આવેલ.
આજરોજ અ.પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઇને ખાનગી રાહે મળેલ બાતમી આધારે સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પો.સ્ટે . પાર્ટ સી ગુ.ર.નંબર ૧૧૨૧૪૦૩૨૨૦૨૧૭૫/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ ૬ ( એ ) ( ઇ ) , ૮૩ , ૯૮ ( ૨ ) , ૧૧૬ ( બી ) મુજબના ગુનાના વોન્ટેડ આરોપીઓને પીઠાદરા બી.એસ.એન.એલ. ટાવરની સામે આવેલ નટવરજીભાઈની દરજીની દુકાનના ઓટલા ઉપરથી ( ૧ ) નિતેશભાઈ સંજયભાઈ ગામીત રહે.પીઠાદરા દાદરી ફળીયુ તા.ડોલવણ જી.તાપી તથા ( ૨ ) વિપુલભાઈ હીરાલાલ ગામીત રહે.પીઠાદરા પટેલ ફળીયુ તા.ડોલવણ જી.તાપી ( 3 ) અક્ષયભાઈ દિપકભાઈ ચૌધરી રહે.પીઠાદરા દાદરી ફળીયુ તા.ડોલવણ જી.તાપી ( ૪ ) જગદીશભાઈ રમેશભાઈ ગામીત રહે.પીઠાદરા દાદરી ફળીયુ તા.ડોલવણ જી.તાપી ( ૫ ) જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ ઇશ્વરભાઈ ચૌધરી રહે.પીઠાદરા દાદરી ફળીયુ તા.ડોલવણ જી.તાપી ( ૬ ) નવરજીભાઈ છનીયાભાઈ ચૌધરી રહે.પીઠાદરા દાદરી ફળીયુ તા.ડોલવણ જી.તાપી ( ૭ ) ધર્મેશભાઈ ઉર્ફે રાયસિંગભાઈ નરેશભાઈ ચૌધરી રહે.અંધારવાડી ગાયત્રી મંદિર ફળીયુ તા.ડોલવણ જી.તાપીઓને પકડી પાડી આગળની વધુ કાર્યવાહી અર્થે ડોલવણ પો.સ્ટે.ને સોંપેલ છે.
આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના અ.હે.કો. સ્નેહલભાઈ ગોવિંદભાઈ ગામીત, અ.હે.કો. લેબજીભાઈ પરબતજીભાઈ, અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.પો.કો. શશિકાન્ત તાનાજીભાઈ તથા અ.પો.કો. વિનોદભાઈ ગોકળભાઈ દ્વારા કરવામા આવેલ છે.