માંડવી, માંગરોળ તથા ઉમરપાડા તાલુકાના ૧૦૦ ગામોમાં કોવિડ રાહત કીટનું વિતરણ

Contact News Publisher

સામાજિક ન્યાય કેન્દ્રની પહેલ: ગુજરાતના ૧૧૦૦ ગામડાઓમાં જરૂરિયાતમંદ પરિવારોને કોવિડ કીટ વિતરણ કરાશે

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): માંડવી તાલુકાના સઠવાવ ગામ ખાતે સામાજિક ન્યાય કેન્દ્ર દ્વારા એક વિશિષ્ટ પહેલ અંતર્ગત સુરત જિલ્લાના માંડવી, માંગરોળ તથા ઉમરપાડા તાલુકાના ૧૦૦ ગામોને કોરોના સામે રક્ષણ મેળવવા માટે પ્રાથમિક દવાઓ તેમજ ઓક્સિમીટર, થર્મોમીટર, ઈન્હેલર સહિતની કોવિડ રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું. સામાજિક ન્યાય કેન્દ્ર, જનવિકાસ ટ્રસ્ટ અને નવસર્જન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કોયલાબા સંકુલ ખાતે સંયોજક રેણુકાબેનના હસ્તે ગ્રામ્યસ્તરે કાર્યરત સ્વયંસેવકોને કોવિડ કીટો તેમજ કોરોના વિષયક જન જાગૃતિ માટેનું સાહિત્ય, પુસ્તિકાઓનું વિતરણ કરાયું હતું.
સ્વયંસેવકો આ કીટ વિષેની ઉપયોગિતા તેમજ બિમારીમાં રાખવામાં આવતી તકેદારીઓ અંગે લોકોને માહિતગાર કરશે. જરૂરિયાતમંદ પરિવારોને દવા તથા કીટ પહોંચાડી કોરોના સંક્રમણ સામે સુરક્ષા આપવાના આ સરાહનીય પગલાં થકી માંડવી, માંગરોળ તથા ઉમરપાડા તાલુકાના ગ્રામજનો કોરોનામુક્ત રાખવાનો મુખ્ય હેતુ છે. આ સેવાકીય પહેલ હેઠળ ગુજરાતના ૧૧૦૦ જેટલા ગામડાઓને લાભાન્વિત કરવામાં આવશે એમ સંયોજક રેણુકાબેને જણાવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other