તાપી એલ.સી.બી.એ સોનગઢ – વ્યારા હાઈવે પરથી એસેન્ટ ફોર વ્હીલ ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી સુરત વિભાગ , સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી , તાપી નાઓએ તાપી જીલ્લામાં પ્રોહી લિસ્ટેડ બુટલેગર તેમજ પ્રોહીની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ રાખી તાપી જીલ્લામાંથી થતી દારૂની હેરાફેરી થતી અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના આપેલ હોય જે આધારે શ્રી એચ.સી. ગોહિલ ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર , લોકલ ક્રાઈમ બ્રાન્ચ , જી.તાપી દ્વારા એલ.સી.બી. ટીમને પ્રોહિની પ્રવૃત્તિને શોધી કાઢવા સુચના આપેલ હોય જે આધારે આજરોજ અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇને ખાનગી રાહે મળેલ મળેલ કે નેશનલ હાઈવે નં .૫૩ ઉપરથી સોનગઢ થઈ સુરત તરફ એક લાલ કલરની એસેન્ટ ફોર વ્હીલ ગાડી નં . GJ – 05 – CD – 4781 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી નીકળનાર હોય જે આધારે સોનગઢ પોખરણ પાટીયા પાસે નેશનલ હાઈવે નં .૫૩ ઉપર પોલીસના માણસો સાથે વોચમાં હતા દરમ્યાન બાતમીમાં જણાવેલ ફોર વ્હીલ ગાડી આવતા તેને લાકડીના ઇશારો કરી ફોર વ્હીલ ગાડી ઉભી રાખવા જણાવતા તે ફોર વ્હીલ ચાલકે પોતાની ફોર વ્હીલ ગાડી ઉભી રાખેલ નહી અને પોતાની ફોર વ્હીલ ગાડી પોખરણ ગામની સીમ તરફ હંકારી દીધેલ અને તેનો પીછો કરી પોખરણ ગામની સીમમાં આવેલ બાલાજી સ્ટોન ક્વોરીની પાસે આ ફોર વ્હીલ ગાડીના ચાલકને પકડી પાડેલ જે ફોર વ્હીલ ગાડીમાં ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની વ્હીસ્કી તથા બીયર મળી કુલ બોક્ષ નંગ -૧૦ તથા ફોર વ્હીલ ગાડીમાં બનાવેલ ચોરખાનામાં મુકેલ વ્હીસ્કીની નાની બાટલીઓ મળી કુલ બોટલ નંગ -૯૨૨ કુલ કિંમત રૂ .૫૯,૩૦૦ – નો પ્રોહિ જથ્થો તથા એસેન્ટ ફોરવ્હીલ ગાડી કિ.રૂ .૫૦,૦૦૦ / – તથા ૨ મોબાઇલ કિ.રૂ .૫,૫૦૦ / – સાથે કુલ્લે કિ.રૂ .૧,૧૪,૮૦૦ / – નો મુદ્દામાલ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે હેરાફેરી કરતા પકડાઈ ગયેલ છે . આરોપી ફોર વ્હીલ ચાલક રાકેશભાઇ કમલેશભાઇ ડામોર નાને કોવીડ -૧૯ ની ગાઈડલાઈન અનુસાર ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે તથા પ્રોહી જથ્થો મંગાવનાર લાલાભાઇ રહે – કડોદરા સુરત તથા ભરી આપનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આ ગુન્હો સોનગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ તથા અ.હે.કો. લેબજીભાઈ પરબતજીભાઈ તથા અ.હે.કો.સંજયભાઈ ચીમનભાઈ તથા અ.પો.કો. દિપકભાઈ સવજીભાઈનાઓ દ્વારા કરવામાં આવેલ છે.