તાપીવાસીઓ માટે રાહતના સમાચાર: કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો, આજે નોંધાયા માત્ર ૧૫ કેસ
જિલ્લા વહિવટી તંત્રના અથાગ પરિશ્રમ અને જનભાગીદારીના સહયોગથી તાપી જિલ્લામાં આજરોજ માત્ર ૧૫ જ કેસ નોંધાયા..
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.૧૦: કાળમુખી કોરોનાએ જેવી રીતે હાહાકાર મચાવ્યો છે તે ખરેખર ખુબ જ ભયભીત કરનારું છે. જો કે તાપી જિલ્લામાં કોવિડ-૧૯ કોરોના વાયરસનાં આંકડા તરફ નજર કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના આંકડામાં સતત ઘટાડો નોંધાયો છે. શનિવારે જિલ્લામાં ૪૨, રવિવારે ૪૭ અને આજ રોજ માત્ર ૧૫ જ કેસ નોંધાયા છે. જેમાં વાલોડમાં ૦૩, વ્યારામાં ૦૪, ડોલવણમાં ૦૨, સોનગઢમાં ૦૨, ઉચ્છલમાં 00, નિઝરમાં ૦૧ અને કુકરમુંડામાં ૦૩ કેસો નોંધાયા છે. જે જિલ્લા વહિવટી તંત્રના અથાગ પરિશ્રમ અને જનભાગીદારીના સહયોગના પરિણામ સ્વરૂપ તાપી જિલ્લામાં આજરોજ માત્ર ૧૫ જ કેસ નોંધાયા છે. જે આપણા સૌના માટે રાહતના સમાચાર છે.
જિલ્લામાં જેવી રીતે કોરોનાના કેસો વધી રહ્યા હતા તેને નિયંત્રિત કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું. કોરોનાની આ લહેર ખુબ જ ગંભીર હોવાથી તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી દ્વારા પ્રજાજનોને કોરોનાથી સુરક્ષિત રહેવા સોશિયલ ડિસ્ટેન્સિંગ સહિત માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા સમયાંતરે દિશાનિર્દેશો મળી રહ્યા હતા. જો કે જિલ્લાવાસીઓએ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ તમામ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરતા કોરોના કેસોમાં છેલ્લા ત્રણ દિવસોમાં ક્રમશ: ઘટાડો જોવા મળ્યો છે અને રવિવારે સામે આવેલ ૪૭ કેસ બાદ આજે માત્ર ૧૫ જ કેસ નોંધાતા તાપીવાસીઓએ હાશકારો અનુભવ્યો છે.
૧૦-૦૫-૨૧ COVID Updates
1. ૬૨ વર્ષિય મહિલા – નિઝર
2. ૬૦ વર્ષિય મહિલા – આંબા ફળિયું – અગાસવાણ,તા.સોનગઢ
3. ૪૫ વર્ષિય પુરુષ – દુમદા,તા.સોનગઢ
4. ૫૫ વર્ષિય મહિલા – કોસમ્બીયા,તા.વાલોડ
5. ૪૮ વર્ષિય પુરુષ – ખોખરા ઉમરા-બેડકુવા,તા.વાલોડ
6. ૫૪ વર્ષિય પુરુષ – આમલી ફળિયું – કણજોડ,તા.વાલોડ
7. ૭૨ વર્ષિય પુરુષ – ઢોડિયાવાડ- પીઠાદરા,તા.ડોલવણ
8. ૪૧ વર્ષિય મહિલા – બેડચીત,તા.ડોલવણ
9. ૪૮ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – કણજા,તા.વ્યારા
10. ૭૩ વર્ષિય મહિલા – જુના આશ્રમ ફળિયું – બેડકુવાદુર,તા.વ્યારા
11. ૨૭ વર્ષિય પુરુષ – મુક્તિ ફળિયું – કેળકુઇ,તા.વ્યારા
12. ૩૨ વર્ષિય મહિલા – નવી વસાહત – વ્યારા
13. ૪૩ વર્ષિય પુરુષ – મોરંબા,તા.કુકરમુંડા
14. ૪૭ વર્ષિય પુરુષ – બહુરુપા,તા.કુકરમુંડા
15. ૧૬ વર્ષિય તરુણ – બહુરુપા,તા.કુકરમુંડા
એક્ટિવ કેસ =૭૭૬
રજા આપેલ દર્દી=૬૮
મૃત્યુ- નોન કોવિડ ૦૧
મૃત્યુ- નોન કોવિડ ૦૧
1. ૫૩ વર્ષિય પુરુષ – – બેડકુવાદુર,તા.વ્યારા