તાપી જિલ્લામાં કોરોના મહામારીને નાથવા ૧૦૯૩૨૨ લોકો દ્વારા રસીકરણ કરાવવામાં આવ્યું
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી): તા.૦૭: તાપી જિલ્લામાં અત્યાર સુધી ૧૦૯૩૨૨ લોકોએ કોરોના રસીકરણમાં ભાગ લીધો છે. જિલ્લામાં કોવિડ-19 મહામારીને નાથવા માટે રસીકરણ કાર્યક્રમ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તાપી જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓ અંતરિયાળ ગામોમાં જઈ લોકોને કોરોના અંગે અને કોરોનાને માત આપવા માટે વેક્સિન કેવી રીતે કારગર સાબિત થાય છે તે અંગેના જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લાના લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાની ઝુંબેશમાં પ્રજાજનો તરફથી સારો સહકાર મળી રહ્યો છે. તાપી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલના જણાવ્યાનુસાર જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૦૯૩૨૨ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં વ્યારામાં ૨૭૦૪૭, ડોલવણમાં ૧૩૫૭૪, વાલોડમાં ૧૪૫૬૯, સોનગઢમાં ૩૦૩૧૭, ઉચ્છલમાં ૧૦૨૦૬, નિઝરમાં ૮૬૦૩ અને કુકરમુંડામાં ૫૦૦૬ જેટલા લોકોએ રસીકરણ કરાવ્યું છે.
0000000000000