જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિ:શુલ્ક ઓનલાઇન તાલીમ વર્ગનું આયોજન
નિ:શુલ્ક ઓનલાઇન તાલીમ વર્ગ માટે રજીસ્ટ્રેશન કરાવો :
કોરોનાકાળમાં મળેલા સમયનો સદઉપયોગ કરો
……………
જિલ્લા વહીવટી તંત્ર તાપી અને ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી.
કાકરાપારના સહયોગથી જિલ્લાના યુવાનો માટે સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે
નિ:શુલ્ક ઓનલાઇન તાલીમ વર્ગનું આયોજન
……………….
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.૦૭: તાપી જિલ્લા કલેક્ટરશ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન થકી જિલ્લાના શિક્ષિત યુવક-યુવતીઓ હાલમાં ચાલી રહેલ COVID-19 ની પરીસ્થિતીમાં મળેલા ફ્રી સમયનો સદઉપયોગ કરી સરકારી નોકરીની તૈયારી કરી શકે તેવા ઉચ્ચ ઉદેશ્યથી તાપી જિલ્લાનાં યુવક-યુવતિઓને નિ:શુલ્ક ઓનલાઇન તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગોમાં GPSC, GSSSB, IBPS, SSC, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ વગેરે દ્વારા યોજાનાર નાયબ માલતદાર, નાયબ સેક્શન ઓફીસર,સ્ટેટ ટેક્ષ ઈન્સ્પેક્ટર, સિ.ક્લાર્ક, જુ.ક્લાર્ક, પ્રોબેશન ઓફીસર,બેંક ક્લાર્ક, PSI, IO, ASI વગેરેની પરીક્ષા સબંધી વિના મુલ્યે તાલીમ આપવામાં આવશે.
જિલ્લા વહિવટી તંત્ર તાપી અને ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી. કાકરાપાર, જિ.તાપીના આર્થિક સહયોગથી આ તાલીમ વર્ગો COVID-19ની પરિસ્થિતિને ધ્યાને લેતા ઓનલાઈન આપવામાં આવશે તથા આ સમગ્ર તાલીમ વર્ગનું સંચાલન અને આયોજન જિલ્લા રોજગાર અધિકારી તાપી દ્વારા કરવામાં આવશે. આ તાલીમ ત્રણ માસની રહેશે, સોમવાર થી શનિવાર સાંજે ૦૬.૦૦ થી ૦૮.૦૦ કલાક સુધી અને રવિવારે સવારે ૦૯: કલાકેથી ૦૨ કલાક સુધી તાલીમ આપવામાં આવશે. વધુમાં તાલીમ માટે NPCIL (ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી.) કાકરાપારના અસરગ્રસ્ત ગામના યુવક-યુવતીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.) આ તાલીમમાં જોડાવા માટે https://forms.gle/7zM77EgmsTTfno5V9 લીંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
વધુ વિગતો માટે જિલ્લા રોજગાર કચેરી, બ્લોક નંબર ૪/૩, જિલ્લા સેવા સદન, વ્યારા-તાપી (ફોન નં. ૦૨૬૨૬-૨૨૦૨૮૯) નો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી તાપી દ્વારા જણાવવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦