તાપી જિલ્લાના જાંબાઝ પોલીસ જવાને કોરોનાને માત આપી

Contact News Publisher

જુસ્સોઃ તાપી જિલ્લાના સોનગઢ ખાતે પોલીસ મથકમા ફરજ બજાવતા રાજેન્દ્ર ઉપાસનીના જુસ્સાને સલામ કે જેમણે ડાયાબીટીસ તથા હાઈ બ્લડપ્રેશરની છેલ્લા ૨૨ વર્ષની બિમારી બાદ પણ કોરોનાને આપી માત. ભયાનક મહામારી સામે અડીખમ યોધ્ધાની જેમ કોરોના સામે ઝઝૂમી નિવૃત્તિના અંતિમ તબક્કામાં વેક્સિનને કારણે જ સાજા થઇ ફરજ ઉપર હાજર થયા..
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૦૫- કોરોના મહામારી સામે આપણે લડી રહ્યા છે ત્યારે તાપી જીલ્લા પોલીસ ખાતામા ફરજ બજાવતા અનાર્મ ASI રાજેન્દ્ર પ્રભાકર ઉપાસની, બ.નં-૩૦૩, નોકરી- સોનગઢ પો.સ્ટે. હાલ પ્રતિનિયુક્તિ- ના.પો.અધિક્ષક મુખ્ય મથક કચેરી તાપી-વ્યારા ખાતે ફરજ બજાવે છે. જેઓની વય નિવૃતિના ૦૮ માસ બાકી છે અને તેઓ છેલ્લા ૨૨ વર્ષથી ડાયાબીટીસ તથા હાઇ બ્લડ પ્રેશરની બિમારીથી પીડાય છે અને જેઓ નિયમીત સારવાર લે છે. નિયમિત સારવાર અને તકેદારી રાખવા છતા તેઓ કોરોના વાઈરસની ઝપટમાં આવ્યા હતા. આવી પરિસ્થિતિ હોવા છતા કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના કોરોનાના દૈત્યને હરાવવામાં સફળ થયા છે.
હાલમા કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારી દેશભરમા ચાલુ છે. જેમા તેઓ તા.૨૫/૦૩/૨૦૨૧ ના રોજ તાવ આવતા RTPCR ટેસ્ટ કરાવતા કોરોના પોઝેટીવ આવતા સુરત મહાનગરપાલિકા મારફતે હોમ આઇસોલેટ કર્યા હતા.. તા.૩૧/૦૩/૨૦૨૧ ના રોજ તેઓની તબીયત વધુ બગડતા તેઓ ખાનગી હોસ્પીટલમા તા.૦૫/૦૪/૨૦૨૧ સુધી ઇન્ડોર રહી સારવાર કરાવી હતી. ત્યારબાદ ડિસ્ચાર્જ આપેલ અને ફરીથી ટેસ્ટ કરાવતા કોરોના પોઝેટીવ આવેલા અને ઓકસીજન લેવલ ઘટી જતા પાછા હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યા હતા. અને ઓકસીજન લેવલ મેન્ટેઇન કરવા માટે દરરોજ જુસ્સાભેર હોસ્પીટલમા જતા હતા. તા.૨૩/૦૪/૨૦૨૧ ના રોજ કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેઓ સાજા થયા બાદ પોતાની ફરજ ઉપર હાજર થઈ ગયા છે. તેઓએ કોરોના વેકશીનનો ડોઝ-૦૧ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર છીંડીયા ખાતેથી લીધો હતો. જે તેમના માટે જીવતદાન સાબિત થયો છે.
રાજેન્દ્રભાઈએ પ્રેરક સંદેશ આપતા જણાવ્યું હતું કે તાપી જિલ્લાના તમામ નગરજનોને જણાવવાનુ કે, કોઇપણ પ્રકારની બિમારીથી પીડાતા હોય તો પણ તેઓએ કોરોના બિમારીથી ડરવાની જરૂર નથી મારા પોતાના ઉદાહરણ પરથી કહું છું કે હું ઉપરોક્ત બિમારીથી પીડાતા હોવા છતા આપણાં ભારત દેશના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આત્મનિર્ભર વેક્સિન મારા માટે સુરક્ષા કવચ સાબિત થયું છે. મેં કોરોના વેકશીન ડોઝ-૦૧ લીધો છે અને હું તંદુરસ્તી અનુભવું છું. વેકસીનેશન એ કોરોના સંક્રમણને દૂર રાખવા માટેનુ બુસ્ટર તરીકે તેમજ એક પ્રકારનુ સુરક્ષા કવચરૂપે કામ કરે છે. જેથી બાકી રહેલા તમામ નગરજનોએ ગભરાયા વગર કોઇપણ અફવા કે કોઇપણ પ્રકારનો ડર રાખ્યા વગર તાપી જીલ્લા પોલીસ તરફથી કોરોના વેકસીન લેવા અપીલ કરૂં છું. વેક્સિન લો, સુરક્ષિત રહો..
૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other