કોવિડ-19 સંદર્ભે કેટલાક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 05: સમગ્ર દેશમાં કોરોના વાયરસ Covid-19 ની અસરને ઘ્યાને લેતા ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયનાં તા.29/04/2021ના હુકમથી કન્ટેન્મેન્ટ ઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર જરૂરી નિયમોની અમલવારી સારૂ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા પણ કોરોના વાયરસની ગંભીરતાને ઘ્યાને લેતા Covid-19 ના સંક્રમણને રોકવા માટે કેટલીક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણો મુકી નવી માર્ગદર્શિકાઓ બહાર પાડેલ છે. તાપી જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીએ કોરોનાને કાબુ કરવા માટે કેટલાક માર્ગદર્શિકાઓ તથા પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
આ સમયગાળા દરમિયાન તમામ શૈક્ષણિક સંસ્થા, કોચિંગ સેન્ટરો, સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ અને અન્ય મનોરંજક સ્થળો બંધ રહેશે. એપીએમસીમાં ફક્ત શાકભાજી તથા ફળફળાદીનું જ ખરીદ વેચાણ થઈ શકશે. તે દરમિયાન કોવિડ-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 20 વ્યક્તિઓની મંજૂરી રહેશે.
તે સિવાય સમગ્ર જિલ્લામાં સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech, સબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેન્કોનું ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઇન્સોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી સુનિશ્રિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહી. સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારની રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો/મેળવડાઓ યોજવા સદંતર બંધ રહેશે. જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડીયમ, સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે. જિલ્લાના તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 50 ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. અન્ય રાજ્યોમાંથી તાપી જિલ્લામાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું તેમજ કોવીડ-૧૯ સંબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામું તા.૧૨-૦૫-૨૦૨૧ સુધી અમલમાં રહેશે. જે સમગ્ર તાપી જિલ્લાના વિસ્તારને લાગુ ૫ડશે. આ સમય દરમ્યાન ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા પ્રસિઘ્ઘ કરવામાં આવતી તમામ સુચનાઓ તથા તે અંતર્ગત બહાર પાડવામાં આવતી તમામ SOPની ચુસ્ત૫ણે અમલવારી કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ધ એપેડેમિક ડિસીઝ એક્ટ 1897 અન્વયે ધ ગુજરાત એપેડિમિક ડિસીઝ કોવિડ-19 રેગ્યુલેશન 2020ની જોગવાઈઓ, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-135 અને 139 મુજબ તથા ઈ.પી.કો. કલમ-188 મુજબ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-51 થી 60ની જોગવાઈઓ મુજબ સજાને પાત્ર થશે.
000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other