વન પ્રદેશ ડાંગ જિલ્લામાં  ગરમીના ફૂલ તરીકે ઓળખાતો ગરમાળો પૂરબહારમાં ખીલ્યો

Contact News Publisher

ગરમાળા નીચે બેસવાથી લુ લાગતી નથી:
ગરમાળાનુ આયુર્વેદમા વિશેષ મહત્વ ધરાવે છે:

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ )  : તા. 4  દંડકારણય વન પ્રદેશ ડાંગ જિલ્લામાં 38 ડીગ્રી તાપમાન માં  ગરમી પડી રહી છે. વધુ  પડતી ગરમીને કારણે ફુલ ઝાડ નાં પાદળા કરમાઈ જાય છે. કાંતો સુકાઇ જાય છે, પરંતુ કુદરતના કમાલ સમાન ગરમાળો અને ગુલમહોરના ફૂલો ભર ઉનાળામાં પૂરબહારમાં ખીલી ઉઠતા હોય છે.
હાલ વન પ્રદેશ ડાંગ જિલ્લામાં ગરમીના ફૂલ તરીકે ઓળખાતા ગરમાળો પૂરબહારમાં ઠેર ઠેર ખીલી ઉઠયા છે. ગરમાળાના ફૂલોના ઝૂમખાંનુ અનેરુ સૌદર્ય આંખને ઠંડક આપે છે. એપ્રીલ અને મે માસમાં ગરમાળાના ફુલો‌
પૂરબહારમાં ખીલી ઉઠે છે.તાપમાં પીળા ફૂલોનું અદભુત સૌદર્ય જાઈને નજર ઠરી જાય છે. એમ કહેવાય છે.કે આ ગરમાળાના ઝાડ નીચે બેસવાથી કયારેય લૂ લાગતીનથી. ગરમાળાને વૈજ્ઞાનિક નામ કેસીયા ફીસ્યુલા છે.માન્યતાઓ છે. એમ કહેવાય છે. કે ગરમાળાના વૃક્ષ પર સંપૂર્ણ ફલો બેસી જાય તે દિવસથી વરસાદના  આગમનની શરુઆત થઇ જાય છે.
જેટલા વધારે ફૂલ બેસે તેટલો વધારે વરસાદની શક્યતા રહે છે. ગરમાળાના વૃક્ષની આજુબાજુ કીડીનો રાફડો પણ
જોવા મળે છે. તે વૃક્ષ નીચેની જમીનમાં ૧૦૦ મીટરે જ પાણી મળી શકે છે. જે વૃક્ષ નીચે માત્ર પીળા ફૂલો ઉગ્યા હોય તે જમીન નીચે ઓછુ પાણી અને સફેદ અને પીળા રંગના ફૂલો હોય તો પાણીનો જથ્થો વધારે હોય છે. ફૂલોની સાથે સીંગો પણ લટકતી હોય છે. તે પણ આયુર્વેદીક ઔષધિનું મહત્વ ધરાવે છે.તેમાથી ચિકણો સ્ત્રાવ ઝરે છે.તેને ગરમાળાનો ગોળ કહે છે. રાત્રે આ ગોળને પાણીમાં પલાળી, સવારે તે પાણી પીવાથી કબજીયાત, પેટના સેગોમાં રાહત રહે છે. હાલ વન પ્રદેશ ડાંગ જિલ્લામાં ગરમાળાનુ પીળ ચટાક સૌંદર્ય સોળે
કળાએ ખીલી ઉઠયુ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *