તાપી વહીવટીતંત્ર દ્વારા પપ મલ્ટી પરપઝ હેલ્થ વર્કરોની ખાલી જગ્યાઓ આખરે ભરવામાં આવી
વિશ્વા એન્ટરપ્રાઈઝ દ્વારા ૩૮ ફિમેલ હેલ્થ વર્કરોની ખાલી જગ્યાની ઉપેક્ષા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા પંચાયત તાપી – વ્યારા હસ્તકના આરોગ્ય શાખા હેઠળના પ્રા . આ . કેન્દ્રો ખાતે મંજુર થયેલ મહેકમની ખાલી જગ્યાઓ નિયમિત ભરતી પ્રક્રિયા ૨૦૧૭ પછી ભરવામાં આવી નથી. જેના કારણે મલ્ટી પરપઝા હેલ્થ વર્કરની ૫૫ અને ફિમેલ હેલ્થ વર્કર લીવ રીઝર્વની ૩૮ એમ કુલ ૪ જગ્યાઓ તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ની ખાલી જગ્યા વાળા સબસેન્ટરોની જગ્યાઓ ના ભરાતા ગરીબ અને આદિવાસી પ્રજા આરોગ્ય સેવાથી કારોના મહામારી સમયે પણ વંચિત રહેવા પામી હતી . મલ્ટી પરપઝ હેલ્થ વર્કરોની ૫૫ જગ્યાઓ ભરાતા કારોના સર્વેલન્સ , કોરોના રસીકરણ કામગીરી , આરોગ્ય શિક્ષણ તેમજ રોગચાળાને લગતી તમામ કામગીરી કોરોના શંકાસ્પદ કેસોનું ઝડપી સર્વેલન્સમાં અડચણ થતી હતી જેનો હાલ પુરતો ઉકેલ થવા પામ્યો છે . પરંતુ હેલ્થ વર્કરોની ૩૮ જગ્યાઓ પત્યે ઉપેક્ષા સેવાય હોવાથી નારજગી યથાવત રહી છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી તાપીની સહીથી જાહેર થયેલ હુકમ મુજબ મંજુર થયેલ મહેકમની ખાલી જગ્યાઓ આઉટ સોર્સથી બે માસ માટે ભરવાનું વહીવટીતંત્ર દ્વારા નકકી થતા મ.પ.હે.વ.ની જગ્યાઓ સરકાર માન્ય નિયત એજન્સીથી ભરવા તા . ૨૭-૦૪-૨૦૧૧ના રોજથી કલેકટરશ્રી આર . જે . હાલાણી સાહેબ દ્વારા મંજુરી આપવામાં આવતા તાલુકા પ્રમાણે જોતા સોનગઢ -૧૫ , કુકરમુંડા -૯ , વાલોડ -૮ , ઉચ્છલ -૭ , નિઝર -૭ , વ્યારા અર્બન વિસ્તાર -૪ , વ્યારા -૨ , ડોલવણ -૩ , એમ પ ૫ જેટલી જગ્યા તાકીદે ભરી દેવામાં આવી છે.
તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા પણ આ બાબતે વારંવાર લેખિત તથા મૌખિક રજુઆતો કરવામાં આવી રહી હતી . જાહેર આરોગ્ય સેવાની ગ્રામ્ય વિસ્તારની મહત્ત્વની ખાલી જગ્યાઓ ભરવામાં આવતા તાપી જિલ્લાના સમાહતા માન . કલેકટરશ્રી આર.જે. હાલાણી, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિનામા , જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા , આરોગ્ય અધ્યક્ષ શ્રીમતિ સુનંદાબેન વસાવા , મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડ . હર્ષદભાઈ પટેલનો તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત , મંત્રીશ્રી સંજીવ પટેલ અને મુખ્ય કન્વીનર રીબેકાબેન માટે આભાર વ્યકત્ત કરે છે.
આઉટ સોર્સીગથી ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપરપઝ હેલ્થ વર્કરની ખાલી જગ્યાઓ ભરવા બાબતે ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના મુખ્ય કન્વીનર અને તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીતે પ્રતિક્રિયા આપતા જણાવેલ છે કે પ્રા.આ.કેન્દ્રો ખાતે હાલમાં ૭૦ થી ૮૦ ટકા આરોગ્ય કર્મચારીઓ વારાફરથી કોવીડ પ્રોઝેટીવ થઈ રહયા છે તેવા સંજોગોમાં લીવ રીઝર્વની મંજુર થયેલ ૩૮ જગ્યાઓ તાકીદે ભરાય તો કોરેનટાઈન પીરીયડમાં તેમજ અન્ય આરોગ્ય સેવાઓ મંજુર મહેકમવાળી ખાલી જગ્યાઓ સરકાર માન્ય વિશ્વા એન્ટર પ્રાઈઝ એજન્સી મહેસાણા દ્વારા ભાવ પત્રક નકકી થયેલા હોય સરકાર માન્ય એ.એન.એમ. તાલીમ પામેલ બહેનોની ખાલી જગ્યા ભરવાની જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે .