તાપી જિલ્લામાં અત્યાર સુધી ૧૦૬૨૧૩ લોકોને વેક્સિન આપી સુરક્ષિત કરાયા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : ૦૧: તાપી જિલ્લામાં વેક્સિનેશન પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે અને જિલ્લાના નાગરિકોમાં વેક્સિન અંગે જાગૃતતા જોવા મળી રહી છે. પરિણામ સ્વરૂપે જિલ્લામાં પ્રજાજનોને આપવામાં આવેલ કોરોના વેક્સિનનો ડોઝનો આંકડો એક લાખને વટાવી ચૂક્યો છે. તાપી જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકામાં તથા ગામના છેવાડા સુધી લોકોને વેક્સિન લેવા માટે જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમજણ પુરી પાડી કોરોનાના સંક્રમણથી બચવા માસ્ક, સેનેટાઈઝરના ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા સુચનો કર્યા છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલ દ્વારા મળેલ વિગતો મુજબ આજદિન સુધી જિલ્લામાં ૧૦૬૨૧૩ નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ છે. જે પૈકી વ્યારા તાલુકામાં ૨૬૦૮૫ ડોલવણમાં ૧૩૩૦૨ વાલોડમાં ૧૪૩૮૫ સોનગઢમાં ૨૯૭૩૩ ઉચ્છલમાં ૯૬૬૧ નિઝરમાં ૮૨૧૪ કુકરમુંડામાં ૪૮૩૩ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦