તાપી જિલ્લાને નવી ત્રણ 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી

Contact News Publisher

જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીએ આરોગ્ય સેવા 108 એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)  : 01: કોવિડ મહામારીને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં 150 એમ્બ્યુલન્સ ફાળવણી કરી હતી. જેમાંથી ત્રણ એમ્બ્યુલન્સ તાપી જિલ્લાને ફાળવવામાં આવેલ છે. જેમાં આજ રોજ જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી તથા જિલ્લા વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોરોનાકાળમાં તાપી જિલ્લા માટે ફાળવવામાં આવેલી ત્રણ 108 એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી આરોગ્ય સેવા માટે પ્રસ્થાન કરાવાયું હતું.
જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી જિલ્લાના નાગરિકોને સતત માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું તથા કોરોના મહામારીમાંથી બચવા માટે તમામ નાગરિકોને રસીકરણનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા ઉપસંચાલન અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા વિજયભાઈ ગામિતે જણાવ્યું કે,. કોવિડ મહામારીને નાથવા માટે તાપી જિલ્લાને મળેલ આ ત્રણ એમ્બ્યુલન્સ વ્યારા, ગડત અને સોનગઢ ખાતે કાર્યરત થશે.
0000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other