માંગરોળ તાલુકા મથકે કોવીડ-19 અંગેની સમીક્ષા બેઠક યોજાઈ.  

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : હાલમાં કોવિડ-19ના ફેલાતા સંક્ર્મણને ધ્યાને લઈ પ્રાંત અધિકારીશ્રી માંડવીના અધ્યક્ષસ્થાને ૨૭-૦૪-૨૦૨૧ના રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં સમીક્ષા બેઠક મળી હતી.આ મિટિંગમાં કોવિડ-19ના સંક્રમણને અટકાવવા માટેના મુદ્દાઓની સમીક્ષા કરવા માટે માંગરોળ મામલતદાર વસાવા, નાયબ મામલતદાર ગીરીશભાઈ પરમાર અને દિનેશભાઇ ચૌધરી,તાલુકાવિકાસ અધિકારી,પોલીસ સબ ઇન્સ્પેકટર,તાલુકા આરોગ્ય અધિકારી, ચીફ ઓફિસર તરસાડી, સરપંચો ,તલાટી કમમંત્રી, મોસાલી, માંગરોળ, ઝંખવાવ, વાંકલ, તરસાડી, કોસંબાના વેપારીઓ હાજર રહ્યા હતા.માંડવી પ્રાંત અધિકારી જનમ ઠાકોરે જણાવ્યું હતુ કે, “કોવીડ અપ્રોચ, બિહેવિયર અપ્રોચ”ના સૂચનો સોશિયલ મીડિયામાં મૂકી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.સરળ અને ઝડપી ઉકેલ છે.સંક્રમણ ઘટાડવાના પ્રયાસો સૌ સાથે મળીને કરવો જોઈએ.કોવીડ રસીની સમજ આપી હતી.18 વર્ષથી ઉપરના તમામ લોકોએ રસી મુકાવવી જોઈએ. રસીકરણ એ જ માત્ર એક ઉપાય છે. વેપારીઓ અને દુકાનદારો,શાકભાજી, ફ્રૂટ ની લારીવાળાઓને ફરજીયાત માસ્ક, હાથના મોજા અને સૅનેટાઇઝનો ઉપયોગ કરાવવો જોઈએ. કોરોના અંગે અફવા ફેલાવવામાં આવે તેના પણ કડક પગલાં ભરવામાં આવશે.જે દુકાનદારને કોરોનો પોઝિટિવ હોય તો જેની પણ દુકાન ચાલુ હોય તેની જાણ આરોગ્યવિભાગ અને પોલીસસ્ટેશનમાં જાણ કરવી તેના પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરત જિલ્લાના માજી ભાજપ પ્રમુખે કહ્યું કે,કોરોનો વોરિયસ આપણે જાતે જ બનવું જોઈએ.કોરોનાની શરૂઆતમાં ડર વધુ અને સંક્રમણ ઓછું હતું. બીજી લહેરમાં સંક્રમણ વધુ અને ડર ઓછો જોવા મળે છે.
વેપારીઓના સહકારથી સંક્રમણ અટકાવી શકાય. આ સાથે ગ્રામપંચાયત અને નગરપાલિકાઓએ પણ વિશાળ સત્તાનો ઉપયોગ કરીને સંકર્મણને અટકાવવા માટેના પ્રયાસો કરવા જોઈએ. સૌના સાથ સહકાર મળશે તો જ કોરોનાને હરાવી શકીશું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other