નિઝર તાલુકાના ખોડદા ગામમા પેવર બ્લોકનાં કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરાઈ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના ખોડદા ગામના જગ્રત નાગરિક સમીરભાઈ નાઈકે આજ રોજ તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી ખોડદા ગામમાં કેવી રીતે સરપંચ, તલાટી અને લેભાગુ કોન્ટ્રાકટર ભ્રષ્ટ્રાચાર કરે છે તેની ફરિયાદ કરી છે. નિઝર તાલુકાના ખોડદા ગામમાં સરકારી ગ્રાન્ટમાં વર્ષ: ૨૦૨૦/૨૧માં એટીવીટી પ્રાંત વિવેકાધીન ગ્રાંટમાંથી બે કામો કરવામાં આવેલ છે. જેવા કે (૧) ખોડદા ગામે પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર-૨ તરફ રસ્તાની આજુબાજુ પેવર બ્લોકનું કામની મંજૂરી મળી હતી. પણ હાલના સરપંચ, તલાટી અને લેભાગુ કોન્ટ્રાકટરના મેળાપીપણામાં મન ફાવે એવી રીતે આંગણવાડી કેન્દ્ર-૨ની ચારે બાજુ રેતી પાથરી પેવર બ્લોકનું કામ કરવામાં આવેલ છે. હકીકતમાં એસ્ટીમેન્ટ પ્રમાણે કામ કરવામાં આવેલ નથી ? જે જગ્યા પર કામ બતાવામાં આવેલ છે તે જગ્યા પર કામ કરવામાં આવેલ નથી ? (૨) ખોડદા ગામે એકલવ્ય મોડેલ સ્કૂલમાં રસ્તાની આજુબાજુ પેવર બ્લોકના કામની મંજૂરી મળેલ છે. પરંતુ એકલવ્ય સ્કુલમાં પહેલેથી જ રોડની આજુબાજુમાં પેવર બ્લોક બેસાડવામાં આવેલ છે. ખોટુ સ્થળ બતાવીને સરપંચ, તલાટી અને લેભાગુ કોન્ટ્રાકટરે કાગળ પર જ કામ બતાવીને લાખો રૂપિયા ચાઉ કરવાના પુરાવા મળી રહયા છે. સરકારશ્રી દ્વારા ગામના વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાંટ આપવામાં આવે છે. પરંતુ તેમાં પણ લેભાગુ કોન્ટ્રાકટર અને સરપંચ, તાલટીઓ ચાઉ કરી ખીસસા ભરવામાં માહિર થઈ ગયા છે. વારંવાર ભ્રષ્ટ્રાચારની રાવો ઉઠે છે, છતાં પણ ભ્રષ્ટ્રાચારીઓ ભ્રષ્ટ્રાચાર કરવામાં ચુકતા નથી ? હાલમાં એ જોવાનું રહયું કે નિઝર તાલુકા વિકાસ અધિકારી તપાસ કરીને ભ્રષ્ટ્રાચારીઓ પર કડક કાર્યવાહી કરશે ? તે આવનાર સમયમાં ખબર પડશે.