૨૪મી એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી : ઉખલદા ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ એનાયત

Contact News Publisher

ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા સોનગઢ તાલુકાની ઉખલદા ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ એનાયત : ઉખલદા ગ્રામ પંચાયતે તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની ૩૧૩ ગ્રામ પંચાયતોને ઓનલાઈન એવોર્ડ એનાયત કર્યા

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)  : તા.૨૪: ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગ્રામ પંચાયતો વચ્ચે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા થાય તે માટે રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ આપવામાં આવે છે. જે અન્વયે આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૨૪મી એપ્રિલ-૨૦૨૧ના રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવણી નિમિત્તે ચાર કેટેગરીમાં ઓનલાઈન એવોર્ડ એનાયત કર્યા હતા.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રી દ્વારા દેશની ૩૧૩ ગ્રામપંચાયતોને પંડિત દિનદયાળ ઉપાધ્યાય સશકિતકરણ, નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર, ચાઈલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત પુરસ્કાર અને ગ્રામ પંચાયત વિકાસ યોજના એવોર્ડ એમ ચાર કેટેગરીના એવોર્ડ સહિતની ધનરાશિનું વિતરણ કરાયું હતું.
જેમાં ગુજરાત રાજયમાંથી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની ઉખલદા ગ્રામ પંચાયતને વર્ષ ૨૦૧૯-૨૦ માટે ‘‘નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર’’નો એવોર્ડ મળ્યો હતો. જેનું કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર આર.જે.હાલાણીના હસ્તે સરપંચશ્રી શયનાબેન ગામીતને પ્રમાણપત્ર સહિત એવોર્ડ એનાયત કરાયો હતો. એવોર્ડ સહિત રૂપિયા ૧૦.૦૦ લાખની ધનરાશિ પણ ઓનલાઈન જમા થઈ હતી.
આ પ્રસંગે કલેક્ટરશ્રીએ જિલ્લાના તમામ સરપંચો સહિત ચુંટાયેલ પદાધિકારીઓને વર્તમાન કોરોનાની પરિસ્થિતીને ધ્યાને લઈ તમામ ગામોમાં વધુ ને વધુ લોકો રસીકરણ કરાવે તેવા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અધિક કલેક્ટર બી.બી.વહોનીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એ.ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other