વન-પર્યાવરણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ વાંકલ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): માંગરોળ તાલુકાના વાંકલ કન્યાછાત્રાલયમાં આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ સુરત જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખભાઈ ચૌધરી, પ્રાંત અધિકારી જનમ ઠાકોર, ટી. ડી.ઓ. છાસટીયા, નાયબ મામલતદાર દિનેશભાઇ ચૌધરી, ડે.કલેકટર અમિતભાઇ ગામીત વગેરે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી વહેલી તકે 60 ઓક્સિજન સહિતની બેડ વહેલી શરૂ કરવા ચર્ચા કરી હતી. તા.28 એપ્રિલ સુધીમાં તમામ સુવિધા સહિત હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી.મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ ભારપૂર્વક જણાવ્યું હતુ કે,દરેકે વ્યક્તિએ કોવિડ પ્રતિરોધક રસી મુકાવવી જોઈએ.આજુબાજુના સરપંચશ્રી,ડે. સરપંચશ્રીઓને પણ જણાવ્યું હતુ કે દરેક ગામના દરેક વ્યક્તિઓને રસી મુકાવા પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.આ કોવિડ સેન્ટરમાં ઓક્સિજન સહિતની સેવા ઉપલબ્ધ થતાં આજુબાજુના વ્યક્તિઓને સુરત, બારડોલી, વ્યારા, અંકલેશ્વર સુધી જવું પડશે નહિ. આ સુવિધાથી આ વિસ્તારના દર્દીઓ માટે હોસ્પિટલ આશીર્વાદ રૂપ સાબિત થશે. આ તકે ગણપતસિંહ વસાવા,સુરત જિલ્લા પંચાયતના સદસ્ય અફઝલભાઈ પઠાણ, રાકેશભાઈ સોલંકી, ઉપપ્રમુખશ્રી ભરતભાઈ પટેલ, અનિલભાઈ શાહ, સુરત જિલ્લા પંચાયતના સદસ્ય કાનાભાઇ વસાવા,મહાવીર સિંહ, મુકુંદભાઈ પટેલ, ડૉ.યુવરાજસિંહ સોનારીયા, તૃપ્તિબેન મૈસુરીયા,શૈલેષભાઇ મૈસુરીયા, સરકારીતંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other