મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે સોનગઢ નગરપાલિકાના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મંગળવાર : રાજ્યના આદિજાતિ વિકાસ, વન, તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાના વરદ હસ્તે તાજેતરમાં તાપી જિલ્લાના સોનગઢ ખાતે સ્થાનિક નગરપાલિકાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું હતું.
તાપી જિલ્લાની મુલાકાતે પધારેલા મંત્રીએ સોનગઢ નગરપાલિકાના કુલ ₹ ૧ કરોડ, ૪૬ લાખ, ૨૩ હજાર, ૯૧ રૂપિયાના ૪ જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં (૧) સને ૨૦૧૯/૨૦ની વિવેકાધીન જોગવાઈ અને ૧૪માં નાણાં પંચની સને ૨૦૧૬/૧૭ની કુલ ₹ ૫૭,૩૨,૫૧૧/- ના ગ્રાંટમાંથી હાથ ધરાનાર કન્સ્ટ્રકશન એન્ડ વાઇડનિંગ ઑફ બીટુમિનિયસ રોડ એન્ડ એન.પી.૨ કલાસ ડ્રેઇન એટ લક્કડકોટ રોડ (૨) ૧૪માં નાણાં પંચની સને ૨૦૧૬/૧૭ની ₹ ૩૫,૯૬,૯૪૦/- ની ગ્રાંટમાંથી કન્સ્ટ્રકશન ઓફ પાર્કિંગ શેડ એન્ડ રેઇન વોટર હારવેસ્ટિંગ સિસ્ટમ એટ ફાયર સ્ટેશન એન્ડ ઓડિટોરિયમ (૩) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ₹ ૩૨,૨૧,૧૩૦/- ની ગ્રાંટમાંથી સેગ્રીગેશન પ્લેટફોર્મ એન્ડ કમ્પાઉન્ડ વોલ એટ દેવજીપુરા તથા (૪) ₹ ૨૦,૭૨,૫૧૦/- ના ખર્ચે રિસરફેસિંગ ઓફ બીટુમિનિયસ રોડ એન્ડ સીડી વર્ક એટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાઈટના કુલ ₹ ૧,૪૬,૨૩,૦૯૧/- ની રકમના ચાર જેટલા કામોનો સમાવેશ કરાયો છે.
આ ઉપરાંત મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે સોનગઢ નગરપાલિકા તથા ડી.સી.બી. બેંકના સહયોગથી ₹ ૫૦,૦૦૦/- ના ખર્ચે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તૈયાર થયેલા સેનેટરી પેડ યુનિટ, તથા સને ૨૦૧૬/૧૭ ની ૧૪માં નાણાં પંચની ₹ ૩૩,૪૬,૬૦૦/-ની ગ્રાંટમાંથી તૈયાર કરાયેલી સાર્વજનિક હાઈસ્કૂલની કમ્પાઉન્ડ વોલ, તથા જોગિંગ ટ્રેક મળી કુલ ₹ ૩૩,૯૬,૬૦૦/- ની કિંમતના બે કામોનું લોકાર્પણ કરાયું હતુ. આ પ્રસંગે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ રાજય સરકાર પ્રજાકીય સુખાકારી માટે હંમેશા સંવેદનશીલ રહી છે તેમ જણાવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *